બેંગાલુરુમાં બોયફ્રેન્ડ મળવા ના આવતાં રાખી વીલા મોંએ ફરતી હતી

મુંબઈ, રાખી સાવંત આજકાલ તેના પ્રેમી આદિલ સાથેની તેની લવસ્ટોરીને લીધે ચર્ચામાં રહે છે. આદિલ તેના જીવનમાં આવ્યો ત્યારથી રાખી ખૂબ ખુશ જાેવા મળે છે.
જાેકે, બુધવારે રાખી મુંબઈ એરપોર્ટ પર ઉદાસ મુદ્રામાં જાેવા મળી હતી. સુંદર ડ્રેસ પહેરીને આવેલી રાખીના ચહેરા પર ગમગીની અને આંખમાં આંસુ જાેવા મળ્યા હતા. મીડિયાના ફોટોગ્રાફર્સે રાખીને પૂછ્યું કે શું થયું છે? ત્યારે રાખીએ કહ્યું કે, તે સાઉથમાં હતી ત્યારે આદિલ તેને મળવા ના આવ્યો.
બેંગાલુરુમાં ખરેખર શું થયું હતું તે વાત હવે સામે આવી છે. આદિલ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે આખો ઘટનાક્રમ શું હતો અને રાખી શા માટે નારાજ થઈ હતી. આદિલે જણાવ્યું, “રાખી દિલ્હી ગઈ હતી. સીધી મુંબઈ આવવાના બદલે તે બેંગાલુરુ આવી ગઈ હતી.
મને ખબર હતી કે તે બેંગાલુરુમાં છે. તે ત્યાં ઉતરી અને મને જાણ કરી. તેણે મને મળવા બોલાવ્યો હતો પરંતુ ખૂબ કામમાં એવો ફસાયેલો હતો કે મળવા ના જઈ શક્યો. જેના કારણે તે નારાજ થઈ અને મુંબઈ આવી ગઈ. તેનો પ્લાન હતો કે અમે બંને સાથે મુંબઈ આવીએ.
જાેકે, મારી અને રાખી વચ્ચે બધું જ બરાબર છે. અમારો સંબંધ મજબૂત થઈ રહ્યો છે અને હેલ્ધી રિલેશનશીપ છે. કોઈ પણ પ્રકારની ખોટી અટકળો બાંધવાની જરૂર નથી. હું મુંબઈ આવી રહ્યો છું અને તેની સાથે રહીશ.” બુધવારે રાત્રે આદિલ મુંબઈ આવી ગયો હતો અને રાખી તેને લેવા માટે એરપોર્ટ પણ ગઈ હતી.
ગુલાબની પાંખડીઓ વરસાવીને આદિલનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, મૈસૂરના બિઝનેસમેન આદિલને રાખી છેલ્લા થોડા મહિનાઓથી ડેટ કરી રહી છે. રાખી ‘બિગ બોસ ૧૫’માં પૂર્વ પતિ રિતેશ સાથે જાેવા મળી હતી.
આ શો દરમિયાન ખુલાસો થયો હતો કે, રિતેશ પહેલીથી પરણેલો છે અને તેનો એક દીકરો છે. રાખી સાથે લગ્ન કરતાં પહેલા રિતેશે પ્રથમ પત્ની પાસેથી ડિવોર્સ નહોતા લીધા. આ શો પૂરો થયા પછી રિતેશ અને રાખી છૂટા થઈ ગયા હતા. જે બાદ આદિલ રાખીના જીવનમાં આવ્યો હતો.SS1MS