૧૬ વર્ષની સગીરાને ચાલુ બસમાં આધેડે પીંખી નાંખી
પોલીસે તરત જ કાર્યવાહી કરીને આરોપી યુવકને કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
રાજકોટ, શહેરમાં દુષ્કર્મની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બે સંતાનોનાં પિતાએ તરુણીને ફોસલાવીને ચાલતી સ્લીપર બસમાં દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં જાણવા મળ્યું છે કે બે મહિનાનો ભાઇ સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો.
તે દરમિયાન બાઈક ચાલક તરુણી અને તેના બે નાના ભાઇઓ પાસે આવ્યો હતો અને તેમને બાઈક પર રેસકોર્સ લઇ ગયો હતો. બાદમાં બંને ભાઈઓને હોસ્પિટલ નજીક ઉતારી તરુણીને સ્લીપર બસમાં લઈ ગયો હતો. બાઈક ચાલકે પહેલા તરૂણીને પ્રથમ રૂપિયા અને બાદમાં મોબાઈલની લાલચ આપી હતી.
જાેકે આમ છતાં તેણી તાબે નહીં થતા બળજબરીથી કપડાં ઉતરાવી કુકર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જાે કે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તરત જ કાર્યવાહી કરીને આરોપી યુવકને કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, રાજકોટ પોલીસે આ ઘટનામાં સંકળાયેલા શખ્સ હનીફ ખાલીદ આરબની ધરપકડ કરી લીધી છે. આ શખ્સ પર આરોપ લાગ્યો છે કે ૧૬ વર્ષની સગીરનું અપહરણ કરી ચાલુ બસમાં દુષ્કર્મ આચર્યું છે. એ ડિવિઝન પોલીસે આ શખ્સની ધરપકડ કરી જેલના સળિયા ગણતો કરી દીધો છે.
પીડિતાની માતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, સંતાનમાં ચાર પુત્ર અને બે પુત્રી છે અને પોતે કારખાનામાં મજૂરી કરીને નિર્વાહ ચલાવે છે. સૌથી મોટો પુત્ર ૧૮ વર્ષનો અને સૌથી નાનો પુત્ર ૨ માસની ઉંમરનો છે. પતિ ચાર માસથી પત્ની સંતોનેને છોડી અન્યત્ર રહેવા ચાલ્યો ગયો છે.
૨૫ દિવસ પહેલાં બે મહિનાના પુત્રને આંચકી ઉપડતા સિવીલ હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં સારવાર હેઠળ રાખ્યો છે. ગઇકાલે મંગળવારે રાતે દવાખાને હતા. જમવાનું બાકી હોવાથી ૧૬ વર્ષની પુત્રી તેમજ ૧૩ અને ૧૦ વર્ષના પુત્ર જમવાનું લેવા ગયા હતા.
સાડા અગિયાર વાગે પરત આવેલા બન્ને પુત્રએ કહ્યું હતું કે, લોટરી બજાર નજીક જમવાનું લેવા ગયા ત્યારે હોન્ડા લઇને આવેલા અજાણ્યો શખસ ત્રણેયને બાઇકમાં બેસાડીને થોડીવાર રેસકોર્સ ફેરવીને ત્રણેયને લઇ હોસ્પિટલના દરવાજા પાસે આવી બન્ને ભાઈઓને ઉતારી ૧૬ વર્ષની બહેનને લઈ ગયો હતો. આ જાણીને પુત્રીને શોધવા તેમજ ફરિયાદ કરવા પોતે પ્રદ્યુમનનગર પોલીસ મથક ગયા હતા. દરમિયાન રાતે અઢી-ત્રણ વાગ્યાના અરસામાં સિવીલમાં બાળકોના દવાખાના પાસે પહોંચ્યા ત્યારે અપહૃત પુત્રી પગથીયા પાસે બેઠી હતી.
પોલીસે તરૂણીને વિશ્વાસમાં લઇને પૂછપરછ કરતા તરૂણીએ કહ્યું હતું કે, એ બાઇક સવાર શખ્સ ચોટીલા ફરવા જવાનું કહીને ગ્રીનલેન્ડ ચોકડીએ બાઇક પાર્ક કરીને તેને એક ટ્રાવેલ્સની બસમાં ઉપરની સીટમાં સુવડાવી હતી. બાદમાં રૂપિયા ૫૦૦ આપવાનું કહી શરીર સંબંધ બાંધવાની માગણી કરી હતી. ઇન્કાર કરતા મોબાઇલની લાલચ આપી હતી. છતાં તાબે નહીં થતાં બળજબરીથી નીચેના વસ્ત્રો ઉતરાવીને દુષ્કર્મ ગુજાર્યું હતું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
સમગ્ર મામલામાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ બસ ઉભી રખાવીને બન્ને નીચે ઉતરી ગયા હતા. એક કાર દ્વારા લિફ્ટ લઈ તેમાં ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યા હતા. ત્યાંથી આ યુવક તેણીને બાઇકમાં અહીં સરકારી દવાને ઉતારી ગયો હતો.
માસુમની ફરિયાદને આધારે પોલીસે ત્વરીત પીછો કરી આરોપીને ઝડપી લીધો હતો. જેનું નામ હનીફ ખાલીદ આરબ હોવાનું અને તે પરિણિત તેમજ બે સંતાનનો પિતા હોવાનું ખૂલ્યું છે. આરોપીએ આ પ્રકારે અન્ય કોઇને વાસનાનો શિકાર બનાવી છે કે કેમ તે દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
હવસખોર શખ્સ હાલ તો પોલીસ સકંજામાં આવી ગયો છે. પરંતુ આ ઘટના થી પોલીસના કાયદો અને વ્યવસ્થાના દાવાઓ સામે સવાલો ઉઠી રહ્યા છે. આ શખ્સે સગીરાને અગાઉ ક્યારેય આ પ્રકારે ભોગ બનાવી છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.