Western Times News

Gujarati News

ગિરના જંગલમાં ઝરણા છલકાયા, ૧૭ ડેમો પૈકીના ૧૩ ડેમો ભરાયા

જૂનાગઢની આગવી ઓળખ સમા ગિરના જંગલોના ચેકડેમો, કુવા, નદીઓમાં પણ નવા નિરથી ભરાઇ ગયા

જુનાગઢ,  મોટાભાગે વન્ય જીવો દરેક ઋતુમાં અનુકુળતા સાધી લેતાં હોય છે, પરંતુ ચોમાસાની ઋુતુ તેઓ માટે વધારે ફેવરેબલ રહે છે. વન્યજીવો માટે પાણી અને ખોરાક આ બે અતિ મહત્વની બાબત છે અને તે બંનેની અવેબીલિટી સારા મોનસુનમાં વધી જાય છે. ગીરના જંગલોમાં વસતાં વન્ય જીવ સૃષ્ટિ માટે ચોમાસાની ઋતુ ખૂબ હરિયાળી, રળિયામણી અને સોહામણી બની રહે છે. તેમ જૂનાગઢ વન વિભાગના ડીસીએફ ડો.સુનિલકુમાર બેરવાલે જણાવ્યુ હતું.

જૂનાગઢ જિલ્લાના ૧૭ ડેમો પૈકીના ૧૩ ડેમો મેઘરાજાના કૃપાથી ભરાઈ ચૂક્યા છે, માત્ર મધુવંતી, ઉબેણ, રજની, મોટા ગુજરીયા અને ગળશ આ પાંચ ડેમો જ છલકાતા છલકાતા રહી ગયા છે. જૂનાગઢની આગવી ઓળખ સમા ગિરના જંગલોના ચેકડેમો, કુવા, નદીઓમાં પણ નવા નિરથી ભરાઇ ચૂકયા છે. વન્ય જીવો માટ હંમેશા વરસાદી કુદરતી વહેતુ પાણી લાભકારક રહેતી હોય છે.

ગિરમાં જંગલો- નેસડાઓમાં પડેલા સારા એવા વરસાદના કારણે વન્ય જીવ સૃષ્ટિના ગઢ એવા શાસનનો હિરણ – કમલેશ્વર ડેમ પણ ઓવરફ્લો થઈ ચૂક્યો છે. જેના પગલે વન્ય જીવોના ખોરાક એવા નવા લીલા ઘાસચારામાં તો વધારો થશે જ. તેમજ આ સિઝન વન્ય જીવોના મેટિંગની પણ છે.

ચોમાસામાં વન્ય જીવો મુવમેન્ટ ઓછુ કરતા હોય છે. આ સમયગાળામાં તેમને વધુ અનુકૂળતા મળે તે માટે પ્રયાસો કરવામાં આવે છે.એટલે જ તા.૧૬ જૂનથી ૧૫ ઓકટોબર સુધી વન્ય જીવ સૃષ્ટિ જાેવા ઉપર – સફારી ઉપર પ્રતિબંધ હોય છે.
ડીસીએફ ડો.સુનિલકુમાર બેરવાલે જણાવ્યા અનુસાર ગિરનારમાં ૨૦૨૦ની વસતી ગણતરી મુજબ ૪૮ જેટલા સિંહો હતા.

જયારે સકકરબાગ ઝુમાં ૮૦ સિંહો હોવાનું ત્યાના ડાયરેકટર ડો.અભિષેક કુમારે જણાવ્યું હતું. જયારે સાસણમાં પણ અસંખ્ય સિંહો છે. દર વર્ષે સિંહોના અનેક બચ્ચાઓનો જન્મ થતો રહે છે. આમ સિંહોની સંખ્યાનો ગિરના જંગલોમાં વધારો થતો જ રહે છે.

અતિ વૃષ્ટિથી કેટલીક વખત વન્યજીવોને નુકશાન પણ થઇ શકે. નાના બચ્ચા તણાઇ જવા કે વહી જવાના બનાવ પણ બની શકે પરંતુ સદનસીબે આ વરસાદ વધુ ફાયદાકારક રહેતા આ સિઝનમાં આવી કોઇ દૂર્ધટના બની નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.