વડોદરામાં પોલીસ વાન પર ટ્રક ચઢાવી દેવાનો પ્રયાસ
ચોરીનો સામાન ભરીને જતી ટ્રકનો પીછો કરનાર પોલીસની વાન ઉપર ટ્રક ચાલકે ટ્રક ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો
વડોદરા, દિવસે દિવસે પોલીસ પર હુમલાના બનાવો વધી રહ્યા છે, ત્યારે બોરસદ બાદ વડોદરામાં શંકાસ્પદ ચોરીનો સામાન ભરેલી ટ્રકનો પીછો કરી રહેલી પોલીસ વાન ઉપર ફિલ્મી ઢબે ટ્રક ચઢાવી દેવાનો પ્રયાસ કરવાનો બનાવ બનતા હડકંપ મચી જવા પામ્યો છે.
કેમ પોલીસ વાન પર ટ્રક ચઢાવવાનો પ્રયાસ કર્યો અને કેવી રીતે પોલીસે બચાવ્યો તે ખરેખર આશ્ચર્યજનક છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, હરિયાણામાં ખાણ માફિયાની તપાસ કરવા પહોંચેલા ડીએસપીને ડમ્પર નીચે કચડી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બની હતી.
બીજા દિવસે આણંદ જિલ્લાના બોરસદ ખાતે પોલીસ કર્મચારીએ ટ્રક રોકવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલકે ટ્રક ચડાવી દઈ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ બનાવોની શાહી સૂકાઇ નથી ત્યાં મોડી રાત્રે શંકાસ્પદ ચોરીનો સામાન ભરીને જતી ટ્રકનો પીછો કરનાર નંદેશરી પોલીસની વાન ઉપર ટ્રક ચાલકે ટ્રક ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
નંદેશરી પોલીસ મથકની પીસીઆર વાન મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી. વહેલી સવારે કન્ટ્રોલ તરફથી તેમને વર્ધી મળી હતી કે, દશરથ ગામ ક્રોસ કરી ફાજલપુર બ્રિજ તરફ શંકાસ્પદ ટ્રક જઈ રહી છે. જેથી પીસીઆર વાન ચાલક રામદાસ અને પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ ફતાભાઈએ બાતમી મુજબની ટ્રકનો પીછો કરી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
જાેકે, ટ્રક ડ્રાઇવરે પીસીઆર વાનને ઓવરટેક કરી ફુલ સ્પીડે હંકારી હતી. પોલીસે ટ્રકનો પીછો કરતા ટ્રક ડ્રાઇવરે વાસદ ટોલનાકા પહેલા ડિવાઈડરના કટમાંથી યુ-ટર્ન લઈ ટ્રકને વડોદરા તરફ દોડાવી હતી. ફાજલપુર પાસે પોલીસની પીસીઆર વાને ટ્રકને ઓવરટેક કરી ફરી એક વખત રોકવાનો પ્રયાસ કર્યો હતો.
ટ્રકમાં સવાર એક શખ્સ ચાલકને પીસીઆર વાન ઉપર ટ્રક ચડાવી દેવા ઈશારો કરતો નજરે ચડ્યો હતો. દરમિયાન ડ્રાઇવરે સાવચેતી વાપરી પોતાની પીસીઆર વાન હટાવી લેતા ટ્રક ફુલ સ્પીડે પસાર થઈ ગયો હતો. પોલીસે અવારનવાર ટ્રક રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ટ્રક ચાલક ઉભો રહેતો ન હતો. નેશનલ હાઇવે ઉપર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
પદમલા બ્રિજ નજીક ટ્રક ચાલકે પીસીઆર વાનને દબાવવાનો પ્રયાસ કરતા અકસ્માત સર્જાયો હતો. પોલીસ વાન ડિવાઇડર સાથે ભટકાતા ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. આ અકસ્માતમાં પીસીઆર વાનને પણ નુકસાન પહોંચ્યું. સમગ્ર ઘટના સંદર્ભે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી…
જેના આધારે છાણી પોલીસે ટ્રકને ઝડપી પાડી ટ્રકમાં સવાર શખ્સોની સઘન પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી ટ્રક ચાલક યુનુસ રમજાની અને મોસીન હસનભાઈ મીઠાબંને રહે ગોધરાના હોવાનું બહાર આવ્યું. જ્યારે ટ્રકમાં સવાર અન્ય સુફિયાન મોડાસાવાલા, સોયેબ શેખ તેમજ એક અજાણ્યો શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
જ્યારે ટ્રકમાં ભરેલો સામાન ચોરીના ટાયરો હોવાની વિગતો સપાટી પર આવી છે. પીસીઆર વાન ડ્રાઇવરની ફરિયાદના આધારે નંદેસરી પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, સરકારી કર્મચારી ઉપર હુમલો, સરકારી મિલકતને નુકસાન સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઁઝ્રઇ વાન ચાલકે કહ્યું કે ટ્રક ડ્રાઈવરનો અમારી હત્યા કરવાનો ઇરાદો હતો. જાે સુજબુજ થી વાન ડિવાઇડર પર ન ચઢાવી હોત તો આજે અમે જીવતા ન હોત.
નંદેસરી પોલીસે હાલમાં પોલીસ કર્મચારી પર ટ્રક ચઢાવી હત્યાનો પ્રયાસ કરનારા ડ્રાઈવર સહિત બે શખ્સોની ધરપકડ કરી છે…જ્યારે ફરાર થયેલા ૩ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે, તેમજ આરોપીઓએ અન્ય કેટલા ગુનાઓને અંજામ આપ્યો અને ગેંગમાં કોણ કોણ સામેલ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.