Western Times News

Gujarati News

અમૂલ હવે ઓર્ગેનિક શાકભાજી અને ફળો બજારમાં મુકશે

પ્રતિકાત્મક

ગુજરાતભરમાં જીલ્લાકક્ષાએ ઓર્ગેનિક ઉત્પાદનો માટે ખાસ પ્રકારની પરિક્ષણ લેબ સ્થાપવાનું આયોજન

આણંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના સુચનને ધ્યાનમાં રાખીનેે અમૂલ દ્વારા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી અને કુદરતી ખેતી અપનાવવા પ્રોત્સાહન પૂરૂ પાડવાની નવીનત્તમ પહેલ શરૂ કરેલ છે.

જેના અંતર્ગત આર્ગેનિક ખેતી કરતા ખેડુતોને બજાર સાથેનું જાેડાણ તથા ટેકનિકલ સહાય આપવા ‘અમૂલ’ બ્રાંડ હેઠળ ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદનોની શ્રેણી લોંચ કરવામાં આવી છે. ટૂૃક સમયમાં જે ઓર્ગેનિક શાકભાજી અને ફળો પણ બજારમાં મુકવામાં આવશે. એમ અમુલ ફેડરેશનના વાઈસ ચેરમેન વાલમજીભાઈ હુમલબે જણાવ્યુ હતુ.

અમૂલ ફેડરેશનના વાઈસ ચેરમેન અને કચ્છની સરહદ ડેરીના ચેરમેન વાલમજીભાઈ હુબલે જણાવ્યુ હતુ કે ફળો અને શાકભાજીની ખરીદ કિંમત અને વેચાણ કિંમત વચ્ચે રહેલી ગેપને દૂર કરવા અમૂલ પેટર્નનો ઉપયોગ કરવામાં આવશે. દૂધની જેમ જ ફળો અને શાકભાજીમાં કલેકશન, પ્રોસેસિંગ અને માર્કેટીંગ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

જેના માટેે એફપીઓ પણ નિયુક્ત કરવામાં આવશે. ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદનો માટે ઓર્ગેનિક અને નેચરલ ખેતી કરતા ખેડૂતો પાસેથી ખેત ઉત્પાદનો મળવવામાં આવશે. તેમજ ઓર્ગેનિક અને કુદરતી ખેતી સાથે જાેડાયેલ તમામ ખેડૂતોને ભરોસાપાત્ર અને સસ્તા દરે તેમની ખેત પેદાશોની ચકાસણી કરી શકે તે માટે અમૂલ દ્વારા ખાસ પ્રકારની પરિક્ષણ લેબ ભારતભરમાં સ્થાપવામાં આવશે.

જેમાં ગુજરાતમાં દરેક જીલ્લાકક્ષાએ પરિક્ષણ લેબ સ્થાપવાનુૃ આયોજન છે. દરેક જીલ્લાને તેઓના ઉત્પાદનો પ્રમાણે અગ્રતા આપવામાં આવશે. અને ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદનોને અમૂલ બ્રાંડ હેઠળ બજારમાં મુકવામાં આવશે. જેમાં અમૂલ ડેરી દ્વારા ઓર્ગેનિક ઘઉં લોટ બજારમાં મુકવામાં આવ્યો છે.

અને આગામી દિવસોમાં અમૂલ બ્રાંડ હેઠળ ઓર્ગેનિક મગદળ, ઓર્ગેનિક બાસમતી ચોખા પણ બજારમાં મુકવામાં આવશે. ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોનું એક જુથ તૈયાર કરવામાં આવશે અને ઓર્ગેનિક સોર્સિગમાં પણ અત્યારના મિલ્ક મોડલનું અનુકરણ કરવામાં આવશે. તેનાથી ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોની આવક વધે અને એકંદરે ઓર્ગેનિક ફૂડ ઉદ્યોગોનો વિકાસ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.