ન્યાયમૂર્તિઓએ ‘પત્રકારિતાના સ્વાતંત્ર’ પર થતા પ્રહારો પર હૃદય સ્પર્શી અવલોકન કર્યા છે
બંધારણની કલમ (૨૦)૨ એક જ ગુના માટે બે વાર સજા પર રોક લગાવે છે !
સુપ્રીમકોર્ટના અનેક ન્યાયમૂર્તિઓ ‘પત્રકારિતાના સ્વાતંત્ર’ પર થતા પ્રહારો પર હૃદય સ્પર્શી અને મર્મ સ્પર્શી અવલોકન કર્યા છે તેને સરકાર કે પોલીસ નજર અંદાજ કરે તો ‘કન્ટેન્ટ ઓફ કોર્ટ’ કેમ ન થઈ શકે?!
તસ્વીર ભારતની સુપ્રીમકોર્ટની છે જેમાં ડાબી બાજુની તસ્વીર ભારતની સુપ્રીમકોર્ટના પૂર્વ જસ્ટીસ પતંજલિ શાસ્ત્રીની છે તેમને કહ્યું છે કે “જે ડાળીઓ યોગ્ય ફળ આપે છે તેમને કાપીને તેમની તાકાતને હાની પહોંચાડવી તે કરતા કેટલીક નુકસાનકારક ડાળીઓને મન ફાવે તેમ ઉગેલી રહેવા દેવી તે બહેતર છે”!!
જ્યારે બીજી તસ્વીર જસ્ટીસ એ.કે.સિક્રીની છે તેમણે કહ્યું હતું કે “બંધારણનું વાંચન અને તેનો અર્થઘટન ‘આમુખ’ના ભવ્ય અને ઉમદા દર્શનના પ્રકાશમાં કરવું જાેઈએ”! ત્રીજી તસવીર ભારતની સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટીસ શ્રી દિપકભાઈ ગુપ્તા ની છે તેમને કહ્યું છે કે “બંગાળના મુખ્યમંત્રી નું કાર્ટુન બનાવનારને પકડ્યા હતા
આ કાર્ટૂન ખરાબ હોઈ શકે પરંતુ એનાથી કોઈ ગુનો કે રાજદ્રોહ બનતો નથી જસ્ટીસ શ્રી દીપકભાઈ ગુપ્તાએ માર્મિક ટકોર કરતા એવું પણ કહ્યું છે કે “કોઈ કંઈ લખે કે કાર્ટુન બનાવે તો પોતાના કહેવાતા રાજાઓને સારું દેખાડવા માટે ‘પોલીસ’ આવી વ્યક્તિઓને પકડી લાવે છે”! ચોથી તસવીર જસ્ટીસ શ્રી જે.બી પારડીવાલાણી છે
તેમને સહ્રદયતા સાથે સંદેશો આપતા કહ્યું છે કે “માનવ સમાજને વધુ સર્વ સમાવેશ, નિષ્પક્ષ અને ન્યાયી બનાવવા દરેક ભારતીય સહયોગ આપે”! જ્યારે ભારતની સુપ્રીમ કોર્ટના જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે કહ્યું છે કે “અમારી અદાલતે આ સુનિશ્ચિત કરવું જાેઈએ કે નાગરિકોની આઝાદીના હનન સામે ન્યાયાધીશો સંરક્ષક તરીકે પ્રથમ હરોળમાં ઊભા રહે”!
તાજેતરમાં જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચુડે સત્ય સંશોધક મોહમ્મદ જુબેર સંદર્ભે થયેલી ફરિયાદના સંદર્ભે પત્રકાર વિરુદ્ધના કેસની એફઆઇઆરનું જસ્ટીસ શ્રી એ એવું અવલોકન કર્યું છે કે “આ હેરાન કરી મૂકે તેવું છે, કોર્ટે એવી પણ ટકોર કરી છે કે આ રીતે ફરિયાદ દાખલ કરી પરેશાન કરવા જેવું છે”!
અત્રે એ યાદ અપાવું જરૂરી છે કે અલ્ટન્યુઝના જુબેર ની સામે ધાર્મિક લાગણી દુભાવવાના આક્ષેપ સામે ઉત્તર પ્રદેશમાં એક જ જેવી સાત એફઆઈઆર એક જ રાજ્યમાં થતા જસ્ટિસ શ્રી ચંદ્રચુડે કોર્ટ સમક્ષ હાજર થવા અને વધુ પોલીસ કાર્યવાહી સામે રોક લગાવી છે પોલીસ આક્ષેપોની સમીક્ષા અને અવલોકન કર્યા બાદ જ એફઆઇઆર કરવી જાેઈએ!
જેથી લોકોને ઝડપી ન્યાય મળે સુપ્રીમ કોર્ટે અરનેશ કુમારના કેસમાં એવો અવલોકન કર્યું છે કે “પોલીસ આઝાદીના ૭૫માં વર્ષમાં પણ પોલીસે એમાંથી કોઈ બોધપાઠ લીધો નથી તે પોતાની સામંતમાંથી બહાર આવી નથી”! આ કેસમાં સુપ્રીમકોર્ટ તો ત્યાં સુધી કહી નાખ્યું કે “ધરપકડની સત્તાએ પોલીસને માટે ભ્રષ્ટાચાર માટેના અનેક લોભામણો રસ્તો છે”!
અદાલત માને છે કે માત્ર બિન જામીનપાત્ર ગુનો નોંધાયો હોય એટલે ધરપકડ કરવાનું પોલીસ માટે ફરજિયાત નથી સત્તાનો સંયમપૂર્વક ઉપયોગ પર ન્યાયતંત્ર એ વારંવાર ભાર મૂક્યો છે! આ બધા અદાલતો ના તારણો જાેતા અને ન્યાયાધીશોના અભિપ્રાય જાેતા ‘પત્રકારો’એ જ્યારે દેશની ચોથી જાગીરમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે
ત્યારે ‘પત્રકારો’ની અભિવ્યક્તિની આઝાદી પર કોઈ રોક લગાવી શકાય નહીં! પત્રકારોની સંવેદનાની અભિવ્યક્તિની આઝાદી પર કોઈ રોક લગાવી શકાય નહીં! દરેકને પોતાના સ્વતંત્ર અભિપ્રાય અભિવ્યક્ત કરવાની આઝાદી બંધારણની કલમ ૨૧ દ્વારા મળી છે અને જ્યારે બંધારણની કલમ ૨૦ ૨ એ સુનિશ્ચિત કરે છે કે “એક જ પ્રકારના ગુના માટે કોઈ પણ વ્યક્તિ ઉપર એકથી વધુ વાર કામ ચલાવું સજા થઈ શકે નહીં”! તો આનું જ્ઞાન પોલીસ અધિકારીઓને નહીં હોય?!
( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા કરિશ્મા ઠાકોર દ્વારા)
ઉત્તર પ્રદેશના પત્રકાર સામે યુપી સરકારે એક જ પ્રકારના કેસમાં ૭ એફ.આઇ.આર દાખલ કરી જસ્ટીસ ચંદ્રચુડ કહે છે કે “આ રીતે ફરિયાદ દાખલ કરવા પરેશાન કરવા જેવું છે”!
પત્રકારનું કાર્ટુન ખરાબ હોઈ શકે પણ એનાથી કોઈ ગુનો કે રાજદ્રોહ બનતો નથી, કોઈ લખે કે કાર્ટુન બનાવે તો પોતાના કહેવાતા રાજાઓને સારું લગાડવા પોલીસ આવી વ્યક્તિને પકડી લાવે છે! – જસ્ટિસ દીપકભાઈ ગુપ્તા
ભારતની સુપ્રીમકોર્ટના જસ્ટીસ શ્રી દીપકભાઈ ગુપ્તા એ કહ્યું છે કે “જાે કોઈ વ્યક્તિ સરકારની નીતિઓથી સંમત ન હોય તો એ વ્યક્તિ સત્તા માં બેઠેલા લોકો કરતા ઓછા દેશભક્ત બની જતો નથી”!! ગુજરાત હાઇકોર્ટના શ્રી વિક્રમનાથે અને જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલાની ખંડપીઠે કહ્યું છે કે “વ્યક્તિ સ્વતંત્રતાના અધિકારની સુરક્ષા જ નહીં
તેનું સન્માન કરવાની પણ રાજ્ય સરકારની ફરજ છે”!! ભારતમાં જુદા જુદા રાજ્યોમાં અદાલતોમાં કેસના ભરાવા માટે કોણ જવાબદાર? અને પત્રકારો પર પણ અવનવા કેસો માટે કોણ જવાબદાર? તેનું ચિંતન મંથન અને અવલોકન ફક્ત ન્યાયાલય એ કરવાનું છે?!
ફક્ત ન્યાયાધીશો એ કરવાનું છે કે પછી સરકાર ચલાવતા નેતાઓએ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ કરવાનું છે?! અગ્રણી ગ્લોબલ મીડિયા જૂથના જણાવ્યા અનુસાર ૨૦૨૧ અખબારી સ્વતંત્ર પર મીડિયાની સ્વતંત્રતા પર સતત હુમલા ચાલુ હોવાનું આ સંસ્થાએ તારણ કાઢ્યું છે! આવી સ્થિતિ કેટલાક સામ્યવાદી દેશોનો સમાવેશ કરાય તો ફક્ત વિશ્વભરના ૩૬૫ પત્રકારો સામે ૨૦૨૧ માં કેસો થયા હતા. આવી ચિંતાજનક પરિસ્થિતિ ભારતમાં પણ છે પરંતુ દેશનું ન્યાયતંત્ર સમૃદ્ધ છે અને પત્રકારિતાના સ્વતંત્ર રક્ષણ પણ થાય છે!