Western Times News

Gujarati News

ટ્રાયકલર હોસ્પિટલ્સ અને બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન

Celebrating Income Tax day as a day of Gratitude With a Health Talk on Healthy Heart and a Medical Camp

ટ્રાયકલર હોસ્પિટલ્સ  અને બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા વડોદરાના  ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, આયકર ભવન કેમ્પસ ખાતે હેલ્ધી હાર્ટ પર ચર્ચા સાથે મેડિકલ કેમ્પનું આયોજન

વડોદરા, 24મી જુલાઈ 1980ના રોજ, 1857ના યુદ્ધના કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સર જેમ્સ વિલ્સન દ્વારા ભારતમાં સૌપ્રથમ ઇન્કમ ટેક્સ વસૂલવામાં આવ્યો હતો. એટલે એ 24 મી જુલાઈ 2010ના રોજ હતું. Celebrating Income Tax day as a day of Gratitude With a Health Talk on Healthy Heart and a Medical Camp

જયારે પ્રથમ વાર ભારત દેશના ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કે જે 58,000થી વધુ કર્મચારીઓ સાથે આપણા દેશની સૌથી મોટી કેન્દ્ર સરકારની સંસ્થાઓમાંની એક છે, તેણે ઇન્કમ ટેક્સ ડે ની ઉજવણી કરવાનું નક્કી કર્યું. આપણા દેશમાં ઇન્કમ ટેક્સ સૌપ્રથમ વર્ષ 1860માં વસૂલવામાં આવ્યો હતો અને 2010માં આ રીકવરીના 150 વર્ષ પૂરા થવા માટે એનુઅલ સેલિબ્રેશનના દિવસ તરીકે 24 જુલાઈને પ્રમાણસર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સંસ્કૃતિ નગરી વડોદરામાં આ વર્ષની ઈન્ક્મ ટેક્સ દિવસના ઉજવણીના ભાગરૂપે ટ્રાયકલર હોસ્પિટલ અને બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરએ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વડોદરા સાથે હાથ મિલાવ્યા હતા જેમાં ઈન્ક્મ ટેક્સ ઓફિસર્સ અને તેમના પરિવારજનોના હૃદયની યોગ્ય તંદુરસ્તી સુનિશ્ચિત કરવા માટે આયકર સભાગ્રહ, આયકર ભવન કેમ્પસ,

ચકલી સર્કલ ખાતે હેલ્ધી હાર્ટ માટેની ટિપ્સ પર એક હેલ્થ ટોકનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાઇકલર હોસ્પિટલ્સના કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ ડો. સાગર શાહે ટિપ્સ ફોર એ હેલ્ધી હાર્ટ વિષય પર પ્રેઝન્ટેશન અને લેક્ચર આપ્યું હતું. લેક્ચરમાં આઇટી ઓફિસરના લગભગ ૧૦૦ અધિકારીઓએ હાજરી આપી હતી.

સાથે સાથે મહિલા સેલ, આયકર ભવન કેમ્પસ ખાતે એક આરોગ્ય શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ઈન્ક્મ ટેક્સ  અધિકારીઓને ડો. આરતી રાઠી, ક્લિનિકલ કાર્ડિયોલોજિસ્ટ અને તેમની  ટ્રાયકલર  હોસ્પિટલ અને BHIRCની મહેનતુ ટીમ દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 300 જેટલા સહભાગીઓએ લાભ લીધો હતો.

ઇન્કમ ટેક્સ કૉમ્યૂનિટીને માર્ગદર્શન આપતો સિદ્ધાંત એ છે કે એ મધમાખી ફૂલને કોઈ પીડા પહોંચાડ્યા વિના ફૂલમાંથી મધ ચૂસતી હોય તેમ કાર્ય કરે છે. ટેક્સ વિભાગના અધિકારીઓ દરેક પ્રામાણિક કરદાતાને “ટેક્સ પેયર ફ્રેન્ડલી” પર્યાવરણ પ્રદાન કરવા અને કરચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે.

ડિપાર્ટમેન્ટ માને છે કે આ અભિગમ દરેક કરદાતા પાસેથી સહકાર મેળવશે અને રાષ્ટ્ર નિર્માણ તરફ કૂચ કરશે. આઈટી ડિપાર્ટમેન્ટ માટે આજનો દિવસ ગર્વની ક્ષણ છે કારણ કે આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ અને આઈટી ડિપાર્ટમેન્ટ રાષ્ટ્રને જે પ્રકારની સેવાઓ પ્રદાન કરે છે તેને યાદ કરીએ છીએ.

વિવિધ કરદાતા સેવાઓ ઉપરાંત, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સનું ઈ-ફાઈલિંગ, ટેક્સ ક્રેડિટનું ઓનલાઈન વ્યુ, ટેક્સ રિફંડનું ઓનલાઈન ટ્રેકિંગ, સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર, આયકર સેવા કેન્દ્ર, આયકર સંપર્ક કેન્દ્ર અને ટેક્સ ઓફિસોનું આધુનિકીકરણ પ્રદાન કરે છે.

SRKMPLના ગ્રુપ સીઈઓ, ર્ડો. નિલય બ્રહ્મચારીએ, જણાવ્યું કે, “ઈન્ક્મ ટેક્સ વિભાગના અધિકારીઓ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને આ ઈન્ક્મ ટેક્સ દિવસ નિમિત્તે,અમે BHIRC અને ટ્રાઇકલર હોસ્પિટલ્સના બદલ, વડોદરાના આયકર વિભાગનો દિલ થી આભાર માનીએ છીએ

જેને અમને હેલ્ધી હાર્ટ ના વિષય પર એક હેલ્થ જાગૃતિ કાર્યક્રમ અને એક મેડિકલ કેમ્પ યોજાવા માટે સુવિધાઓ અને સહાય આપ્યા. અમે  તેમના કર્મચારીઓના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી જીવન માટે  શુભેચ્છા પાઠવીએ છીએ.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.