વિચિત્ર ડિઝાઇનવાળા શહેરમાં ટ્રાફિક લાઇટની નથી પડતી જરૂર
નવી દિલ્હી, વિશ્વમાં વિવિધ પ્રકારના દેશો છે અને અહીં તમે એન્જિનિયરિંગના એકથી વધુ અદ્ભુત નજારો જાેઈ શકો છો. તમે પ્લાન્ડ સિટી વિશે તો સાંભળ્યું જ હશે, જ્યાં નકશો બનાવવામાં આવે છે અને આખું શહેર વસાવવામાં આવે છે.
ચીનમાં એક એવું આયોજનબદ્ધ શહેર છે, જેનો નકશો કરોળિયાના જાળા જેવો છે અને અહીંના રસ્તાઓ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે અકસ્માતો ઓછા થાય અને ટ્રાફિક લાઇટની જરૂર ન પડે. ચીનની આ કાઉન્ટીનું નામ છે તેકેસી કાઉન્ટી, જેનો આકાર સામાન્ય શહેરો જેવો નથી પરંતુ એકદમ ડિઝાઇનર છે.
આ શહેરમાં રસ્તાઓ પણ એવી રીતે બાંધવામાં આવ્યા છે કે ટ્રાફિક લાઇટની જરૂર નથી. આ શહેરનું ડ્રોન ચિત્ર જાેયા પછી, તે ત્રિકોણાકાર ડિઝાઇન જેવું લાગે છે, જેને આપણે ઘણીવાર શાળામાં બનાવીએ છીએ.
આઠ ત્રિકોણવાળી આ ડિઝાઇનને બગુઆ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ તાઓ કોસ્મોલોજીમાં થાય છે. ચાઇનામાં જ્યોતિષ, માર્શલ આર્ટ, ભૂગોળ, ખગોળશાસ્ત્ર, દવા અથવા કોઈપણ વિદ્યા હોય, તાઓ કોસ્મોલોજીના બગુઆને ઘણી માન્યતા છે.
આ જ કારણ છે કે આ શહેરનું બગુઆ આકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાઉન્ટી ચીનના ઝિન્ઝિયાંગમાં ઉઇગુર સ્વાયત્ત ક્ષેત્રમાં છે, જેમાં કુલ ૧.૫ મિલિયન લોકો રહે છે. તેકેસી કાઉન્ટીની સ્થાપના વર્ષ ૧૯૩૭માં કરવામાં આવી હતી અને ત્યારથી તે તેની અદ્ભુત ડિઝાઇન માટે વિશ્વભરમાં પ્રખ્યાત બની છે.
કાઉન્ટીના મધ્યમાં બગુઆ શહેર આવેલું છે. શહેરની ૮ શેરીઓ ૪ મુખ્ય રિંગ રોડ દ્વારા જાેડાયેલ છે. આ તમામ શહેરની બાજુમાં બનાવવામાં આવ્યા છે.
શહેરના ઉપરના ભાગમાંથી લેવામાં આવેલી તસવીરો લોકોને અહીં આવવા આકર્ષે છે. વર્ષ ૨૦૧૪થી લોકોને શહેરની હવાઈ યાત્રા પણ કરાવવામાં આવે છે અને આ માટે પ્રવાસીઓ ખાસ અહીં આવે છે. શહેરમાં કુલ ૬૪ રસ્તાઓ છે, જેના પર વિવિધ રંગોની સ્ટ્રીટલાઈટો લગાવવામાં આવી છે, જે શહેરની સુંદરતામાં વધુ વધારો કરે છે. આ શહેર બહુ ઓછી ટ્રાફિક લાઇટ માટે પણ પ્રખ્યાત છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અહીંની ટ્રાફિક લાઇટને ૧૯૯૬માં દૂર કરવામાં આવી હતી કારણ કે તેની જરૂર નહોતી. જાેકે, વાહનોની સંખ્યા વધ્યા બાદ ટ્રાફિક પોલીસ દરેક જગ્યાએ હાજર છે.SS1MS