અક્ષય ખન્નાના લેટેસ્ટ ફોટોગ્રાફ્સ જોઈને ફેન્સ ચોંકી ઉઠ્યા
મુંબઈ, ૪૭ વર્ષીય એક્ટર અક્ષય ખન્નાએ વર્ષ ૧૯૯૭માં આવેલી ફિલ્મ હિમાલય પુત્રથી બોલિવૂડમાં એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૦૧ સુધીમાં તે બોર્ડર, ડોલી સજા કે રખના, તાલ, દહેક અને દિલ ચાહતા હે જેવી ફિલ્મોમાં જાેવા મળ્યો. ત્યારે હવે સોશિયલ મીડિયા પર વાયરલ અક્ષય ખન્નાના લેટેસ્ટ ફોટોગ્રાફ્સ જાેઈને ફેન્સ ચોંકી ઉઠ્યા છે.
કેટલાંક લોકોએ આ ફોટો જાેતાં અક્ષય ખન્નાને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટેની સલાહ પણ આપી છે. ૨૦૦૭માં કરણ જાેહરે અક્ષયને ‘કોફી વિથ કરણ’માં આમંત્રિત કર્યો હતો.
અક્ષય ખન્ના આવ્યો અને ઢગલાબંધ વાતો પણ થઈ. આ દરમિયાન ફિલ્મમેકરે ખુલાસો કર્યો કે, અક્ષયનું બાળપણમાં કરણ પ્રત્યેનું વર્તન ખરાબ હતું અને એટલે જ કરણને તેનાથી ડર લાગતો હતો. આ વિડીયોમાં કરણ કહે છે, “આ બધી વાતોનું શું અક્ષય, તું તો મનમોજી છે.
આ અંગે પણ હું વાંચતો રહું છું. જાેકે, આપણે જ્યારે મળ્યા ત્યારે મને આ વાતનો અહેસાસ નહોતો થયો. મને ક્યારેય તું મનમોજી નથી લાગ્યો. મને ખબર છે કારણકે તું બાળપણમાં મારી સાથે ખરાબ વર્તન કરતો હતો. તને યાદ નહીં હોય પણ આપણે સાથે મોટા થયા છીએ. આપણે પાડોશી હતા. આપણે બંને સાઉથ બોમ્બેના છોકરાઓ છીએ. કરણ જાેહરે આગળ કહ્યું, હું તારી સાથે બેડમિન્ટ રમતો હતો.
હું ખરાબ પ્લેયર હતો પરંતુ તું સારું રમતો હતો. તું મને આવીને કહેતો હતો કે, કોર્ટમાંથી બહાર જા કારણકે તું બરાબર નથી રમતો.” કરણની આ વાતો સાંભળીને અક્ષયે કહ્યું હતું કે, તે ગપ્પા મારી રહ્યો છે. પરંતુ કરણે તરત જ જવાબ આપતાં કહ્યું કે, ‘કસમથી હું સાચું બોલું છું.
મને યાદ છે અને હું તારાથી ડરતો હતો કારણકે તું આવું વર્તન કરતો હતો.’ અક્ષય ખન્ના એક્ટર વિનોદ ખન્નાનો દીકરો છે. ‘તાલ’, ‘દિલ ચાહતા હે’, ‘હમરાઝ’, ‘હલચલ’, ‘ગાંધી માય ફાધર’, ‘રેસ’, ‘મોમ’, ‘સેક્શન ૩૭૫’ જેવી હિટ ફિલ્મોમાં અક્ષય કામ કરી ચૂક્યો છે.
હવે તે અજય દેવગણ સાથે ફિલ્મ ‘દ્રશ્યમ ૨’માં જાેવા મળશે. આ ફિલ્મ અભિષેક પાઠક ડાયરેક્ટ કરી રહ્યા છે. જ્યારે અક્ષય ખન્ના અને ઐશ્વર્યા રાયે ફિલ્મ ‘આ અબ લોટ ચલે’માં સાથે કામ કર્યું ત્યારે તેઓની જાેડીની ખૂબ જ ચર્ચા થઈ હતી.
આ સિવાય કરિશ્મા કપૂર સાથે પણ અક્ષય ખન્નાનું નામ જાેડાયું હતું. એવું પણ કહેવાય છે કે લગ્ન સુધી તેઓની વાત પહોંચી હતી. પણ, કરિશ્મા કપૂરની માતા બબીતાના કારણે તેઓની રિલેશનશિપ તૂટી ગઈ કારણકે તેઓ ઈચ્છતા હતા કે કરિશ્મા કપૂર એક્ટિંગ કરિયર પર ધ્યાન આપે.SS1MS