સવારથી જ વીજળીના કડાકા સાથે વરસાદ
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ આકાશ વાદળછાયું બની ગયું છે અને ઠેરઠેર વરસાદના ઝાપટા પડી રહયા છે આજે સવારથી જ અમદાવાદ શહેરના પશ્ચિમના વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ પડતાં જ જનજીવન પર અસર પડી હતી આકાશ કાળા ડીંબાગ વાદળોથી છવાઈ જતાં વીજળીના કડાકા પણ થયા હતા.
અમદાવાદ શહેરમાં વાયુ વાવાઝોડાના પગલે વાતાવરણ પલટાયું છે જેના પગલે ત્રણ દિવસથી ચોમાસા જેવો માહોલ જાવા મળી રહયો છે ગઈકાલે તોફાની પવન પણ ફુંકાતો હતો આ દરમિયાનમાં આજે સવારે શહેરના પશ્ચિમના વિસ્તારોમાં વહેલી સવારથી જ કાળાડીંબાગ વાદળો જાવા મળતા હતા.
૯.૦૦ વાગ્યાની આસપાસ એસ.જી.હાઈવે, થલતેજ, ઈસ્કોન ચાર રસ્તા, બોપલ, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તોફાની પવન ફુંકાવાનો શરૂ થતાં જ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને ત્યારબાદ વરસાદ પડવાનો શરૂ થયો હતો.
અમદાવાદ શહેરમાં ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ જાવા મળશે તેવી હવામાન વિભાગની આગાહી હતી અને તે મુજબ શહેરભરમાં વરસાદી માહોલ જાવા મળી રહયો છે અમદાવાદ શહેરના પશ્ચિમના વિસ્તારોમાં સવારથી જ વરસાદ પડતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા જાકે બપોર સુધીમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
જેથી આજે દિવસભર શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરમાં આજે ત્રીજા દિવસે વ્યાપક પ્રમાણમાં વરસાદ પડવાની આગાહી તંત્ર એલર્ટ થયેલું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં કાળા ડીંબાગ વાદળો છવાઈ જતાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
જાકે તોફાની પવનના કારણે કેટલાક વિસ્તારોમાં તંત્ર એલર્ટ બની ગયું છે આજે સવારથી જ પશ્ચિમમાં વીજળીના કડાકાઓ સંભળાયા હતા. ત્યારબાદ વરસાદ પડતાં એસ.જી.હાઈવે પર કેટલાક સ્થળોએ પાણી ભરાવાની ફરિયાદ મળી હતી
જાકે અમદાવાદ શહેરમાં પ્રથમ વરસાદમાં પાણી ભરાવાની ફરિયાદ બાદ તંત્ર સફાળુ જાગ્યું હતું અમદાવાદ શહેરમાં આજે સવારથી બે દિવસના અસહ્ય ઉકળાટ બાદ છુટાછુવાયા ઝાપટા પડતા હતા પરંતુ આજે સવારે વીજળીના કડાકાઓ સાથે વરસાદ પડવાનો શરૂ થયો છે.
હજુ પણ બે દિવસ સુધી ચોમાસા જેવો માહોલ છવાયેલો રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
વાયુ વાવાઝોડાની અસરથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હોવાનું હવામાન વિભાગનું માનવું છે આજે સવારથી જ સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી રહયો છે અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ પલ્ટો આવ્યો છે અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદ પડતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.