Western Times News

Gujarati News

પરિવારને ટેકો આપવા અનુપમાએ બુટિકથી માંડી વેઈટ્રેસ સુધીનું કર્યું હતું કામ

મુંબઈ, ટીવી સીરિયલ અનુપમાએ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીને અપાર પ્રસિદ્ધિ અપાવી છે. રૂપાલી ગાંગુલીએ આ સીરિયલ દ્વારા ટીવી પર બીજી ઈનિંગ્સ શરૂ કરી છે અને તે ધમાકેદાર રહી છે. રૂપાલી ગાંગુલી ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી પોપ્યુલર અને વર્સેટાઈલ અભિનેત્રી પૈકીની એક છે.

જાેકે, સફળતા સુધી પહોંચવાનો રૂપાલી ગાંગુલીનો માર્ગ સરળ નહોતો. એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં રૂપાલીએ જીવનના કપરા સમયને યાદ કર્યો છે. રૂપાલીનો પરિવાર આર્થિક સંકડાશમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રૂપાલીએ વેઈટ્રેસ તરીકે કામ કરવાથી માંડીને બુટિકમાં કામ કર્યું હતું. રૂપાલીએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રી કેમ છોડી દીધું તેનું કારણ પણ જણાવ્યું છે.

રૂપાલીએ ઈન્ટરવ્યૂમાં કહ્યું, “મારા પપ્પા અનિલ ગાંગુલી ફિલ્મો બહુ પેશનથી બનાવતા હતા. એ દિવસો દરમિયાન ફિલ્મો ખૂબ પેશનથી બનતી હતી અને લોકો તેના માટે ઘર પણ વેચી દેતા હતા. કમનસીબે મારા પપ્પાની બે-ત્રણ ફિલ્મો ડૂબી ગઈ અને અમે રોડ પર આવી ગયા.

એ વખતે હું પણ ફિલ્મોમાં કામ કરતી હતી પરંતુ મેં મારા કરિયરને ક્યારેય ગંભીરતાથી નહોતું લીધું. એ સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ ભારે પ્રમાણમાં પ્રવર્તતું હતું. હું ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવું છું પણ મેં મારા પપ્પાને વચન આપ્યું હતું કે હું મારું સ્વમાન નેવે મૂકીને ક્યારેય કામ નહીં કરું.

એટલે જ તેમણે મને હીરોઈન બનવાની પરવાનગી આપી હતી. જાેકે, એ વખતે કાસ્ટિંગ કાઉચ સહિતની ઈન્ડસ્ટ્રીની બાબતોને હું પચાવી ના શકી.

એટલે જ મેં ફિલ્મોમાં કામ છોડીને દાદર કેટરિંગમાંથી હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ શરૂ કર્યો. જાેકે, મેં નાટકોમાં કામ ચાલુ રાખ્યું હતું. મારા પપ્પાની તબિયત સારી નહોતી રહેતી એટલે મેં ઘર ચલાવવા માટે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. મેં બુટિકમાં કામ કર્યું છે, મારી કેટરિંગ કોલેજ થકી હું વેઈટર તરીકેનું કામ પણ કરતી હતી. મને પ્રતિ કલાક ૧૮૦ રૂપિયા મળતા હતા. હું સતત અને અલગ-અલગ કામ કરતી હતી.

હું નાટકો પણ કરતી હતી પરંતુ તેનું આર્થિક વળતર કશું નહોતું. અનુપમાના પ્રોડ્યુસર રાજન શાહીના શો માટે રૂપાલીએ પહેલું ઓડિશન આપ્યું હતું. એ સમયનો કિસ્સો યાદ કરતાં રૂપાલીએ કહ્યું કે, બસ ટિકિટ ખરીદવાના રૂપિયા ના હોવાથી તે વર્લીથી અંધેરી ચાલીને ગઈ હતી. “મારી પહેલી ટીવી સીરિયલ હતી રાજન શાહીની ‘દિલ હૈ કે માનતા નહીં’.

એ વખતે મને જે મળ્યું એ મેં કર્યું હતું જેમકે, એડ, કેટલોગ શૂટ. મને યાદ છે કે, રાજનના શોનું ઓડિશન આપવા ગઈ ત્યારે તેણે ૧૯૯૯માં કોઈ અન્ય એક્ટ્રેસ સાથે પાયલટ શૂટ કર્યું હતું. પરંતુ તે એક્ટ્રેસ ફિલ્મોમાં કામ કરવા માગતી હતી. રાજનના શોને ટાઈમ સ્લોટ મળી ગયો હતો પરંતુ લીડ એક્ટ્રેસ નહોતી”, તેમ રૂપાલીએ કહ્યું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.