જેકલિન ફનાર્ન્ડિઝના ફોટોઝે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ
મુંબઈ, બોલિવૂડની ફેમશ એક્ટ્રેસ જેકલિન ફનાર્ન્ડિઝની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ છે. આ તસવીરોમાં તેની અદાઓ પર ફેન્સ ફિદા થઈ ગયા છે. જેકલિને જાતે આ તસવીરો થોડા કલાક પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે, જે ઈન્ટરનેટ પર વાઈરલ થઈ ગઈ છે. આ તસવીરમાં જેકલિન ફનાર્ન્ડિઝ બ્લેક કલરના ડ્રેસમાં એકદમ ગ્લેમરસ જાેવા મળી રહી છે.
જેકલિન ફનાર્ન્ડિઝના ફેન્સ પણ તેની આ તસવીરને પસંદ કરી રહ્યા છે. જેકલિન ફનાર્ન્ડિઝે અલગ અલગ પોઝમાં ઘણી તસવીર શેર કરી છે, આ તસવીર જાેઈ ફેન્સ પર તેના દિવાના થઈ ગયા છે. ૧૦ કલાક પહેલા જેકલિન દ્વારા ઈન્સ્ટા પર શેર કરવામાં આવેલી તસવીરને અત્યાર સુધીમાં લગભગ ૬ લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.
તે સાથે જ ફેન્સ સતત જેકલિનની આ તસવીર પર કમેન્ટ કરતા તેની સુંદરતાના પણ વખાણ કરી રહ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો જેકલિન હાલમાં જ જ્હોન અબ્રાહમની સાથે ફિલ્મ ‘અટેક’માં જાેવા મળી હતી. તેમજ જેકલિન ટૂંક સમયમાં રણવીર સિંહની સાથે ફિલ્મ ‘સર્કસ’ અને અક્ષય કુમારની સાથે ફિલ્મ ‘રામ સેતુ’ માં પણ જાેવા મળશે.SS1MS