Western Times News

Gujarati News

નરેશ પટેલને લઈને પીરઝાદાનું નિવેદન કોંગ્રેસને નુકસાન કરાવશે

મનહર પટેલે આ નિવેદનને લઈને દિલ્લી હાઈકમાન્ડને રજૂઆત કરવાની વાત જણાવીઃ ટિપ્પણી પર નિંદા કરી

અમદાવાદ,  કોંગ્રેસ સાથે જાેડાયેલા પાટીદાર અગ્રણીઓની આજે અમદાવાદમાં બેઠક યોજાઇ હતી. ગુજરાતમાં કોગ્રેસના પાટીદાર સંકલન સમિતિની બેઠક છ મહિનામાં ત્રીજી વાર મળી છે.

આ બેઠકમાં જિલ્લાના સિનિયર આગેવાન મળ્યા હતા. જેમાં કદિર પીરઝાદાના ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અંગેના નિવેદન મામલે ચર્ચા કરાઇ હતી. મનહર પટેલ આ નિવેદનને લઈને દિલ્લી હાઈકમાન્ડને રજૂઆત કરવાની વાત જણાવી છે.

મનહર પટેલે કાદીર પીરજાદાએ નરેશ પટેલ મુદ્દે કરેલી ટીપ્પણી પર નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સમાજના આગેવાનોએ વિચાર વિમર્શ કરી રઘુ શર્મા થકી એઆઈસીસી સમક્ષ વિચાર મુકશે. નરેશભાઇ રાજકારણમાં જાેડાવા માંગતા હતા, ત્યારે તે કોઇ પણ પક્ષમાં જાય તે માટે કોંગ્રેસ રાજી હતી. કાદીર પીરઝાદાના નિવેદન અંગે રઘુ શર્માને રજુઆત કરાશે. ત્યારબાદ એઆઈસીસી આ મુદ્દે જે ર્નિણય કરશે એ શિરોમાન્ય રહેશે. પક્ષમાં પાટીદાર સમાજના સક્ષમ લોકોને સ્થાન મળે તે જરૂરી છે.

કોંગ્રેસ નેતા મનહર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના પાટીદાર સંકલન સમિતિની બેઠકમાં ગુજરાતમાં પાટીદારોને જાેડવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ કાર્યકારી અધ્યક્ષ કદિર પીરઝાદાનું નરેશ પટેલને લઈને આપેલું નિવેદન કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે.

ટકાવારીમાં સમાજને વહેંચવો તે કોંગ્રેસના સંસ્કાર નથી. રાહુલ ગાંધીએ દેશ જાેડોની વાત કરી હતી. તેમજ પાટીદાર સમાજના સર્વે સમાજના સારા પાસાને સહર્ષ સ્વીકારવાની હિંમત રાખવાની વાત જણાવી હતી. તેઓનું નિવેદન તેમાનામાંથી કંઈક શિખવાની તૈયારી ધરાવે છે, અને ગુજરાતના સર્વ જ્ઞાતિ-જાતિ અને ધર્મના લોકો સાથે પોતાની જાતને પ્રવાહી કરીને કામ કરવાની ભાવના ધરાવે છે, જેનો સર્વ સમાજ પણ ગર્વ કરે છે.

મનહર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમા રહેલ તમામ પાટીદાર આગેવાનો અને કાર્યકરો તન મન અને ધનથી કોંગ્રેસ પક્ષમા કામ કરે છે, પાટીદાર સમાજની ક્ષમતા અને સંવેદનાથી કોંગ્રેસને સંગઠનાત્નક રીતે મજબુત કરવાના મુખ્ય ઉદેશ સાથે ચિંતન કરે છે. બીજી બાજુ આજે પાટીદાર નેતા કેશુભાઈ પટેલનો જન્મ દિવસ નિમિતે પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.