Western Times News

Gujarati News

સ્વતંત્ર ભારતમાં જન્મેલા પહેલા મહામહિમ દ્રૌપદી મુર્મુ

નવી દિલ્હી: દેશમાં 15માં રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુએ સંસદના મધ્યસ્થ ખંડમાં શપથ લીધા હતા. આ સાથે તેઓ બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે તથા સર્વોચ્ચ બંધારણીય સ્થાન પર આવનાર પ્રથમ આદીવાસી મહિલા છે.

સંસદના મધ્યસ્થ ખંડમાં તેઓને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રમન્નાએ હોદા તથા ગુપ્તતાના શપથ લેવરાવ્યા હતા. શ્રી દ્રૌપદી મુર્મુની શપથવિધિ સાથે સંસદનો મધ્યસ્થ ખંડ તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠયો હતો. દ્રૌપદી મુર્મુ આઝાદીના 75માં વર્ષની ઉજવણીના સમયે જ સ્વતંત્ર ભારતમાં જન્મેલા પ્રથમ વ્યક્તિ છે. The entire nation watched with pride as Smt. Droupadi Murmu took oath as the President of India. Her assuming the Presidency is a watershed moment for India especially for the poor, marginalised and downtrodden. PM Modi wishes her the very best for a fruitful Presidential tenure.

શપથવિધિ બાદ તેઓને પુર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ- રાષ્ટ્રપતિ ભવન ભણી હંકારી ગયા હતા. જયારે તેઓને દેશના સૈન્યના સર્વોચ્ચ વડા તરીકે ઈન્ટર સર્વિસ ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતું અને 21 તોપની સલામી આપવામાં આવી હતી. આ સાથે જ પુર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દેશના બંધારણની પરંપરા મુજબ હેડીંગ,

ઓવર સેરેમની બાદ રાષ્ટ્રપતિ ભવનમાંથી વિદાય લીધી હતી. આ પુર્વે આજે સવારે દ્રૌપદી મુર્મુએ સવારે રાજઘાટ પર પહોંચીને મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલી કરી હતી. બાદમાં તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને ત્યાંથી સંસદ ભવન ભણી તેઓનો કાફલો પહોંચ્યો હતો.

જયાં ગેટ નં.5 પરથી તેઓ સીધા સંસદ ભવનના મધ્યસ્થખંડમાં પહોંચ્યા જયાં ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકયા નાયડુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા કેબીનેટના સાથીદારો લોકસભા અધ્યક્ષ અનેક રાજયના રાજયપાલો તથા મુખ્યમંત્રીઓ વિદેશી રાજદૂતો તથા સૈન્યની ત્રણેય પાંખના વડાઓએ તેમને આવકાર્યા હતા.

બાદમાં રાષ્ટ્રગીતના ગાન સાથે સમારોહ પ્રારંભ થયો હતો અને ચીફ જસ્ટીસ રમન્નાએ તેમને શપથ લેવરાવ્યા હતા. બરોબર સવારે 10.15 ટકોરે દ્રૌપદી મુર્મુએ હિન્દીમાં શપથ લીધા હતા અને આ સાથે દેશમાં 15માં રાષ્ટ્રપતિ તરીકે તેઓ બિરાજમાન થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.