ઠંડીના દિવસોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે
નવી દિલ્હી : દિલ્હી અને એનસીઆરમાં એર ક્વાલિટી ઈન્ડેક્સ ખતરનાક સ્તર પર પહોંચી ગયા બાદ ખળભળાટ મચી ગયો છે. આને લઈને વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. આના ભાગરૂપે પર્યાવરણ પ્રદુષણ નિયંત્રણ ઓર્થોરિટી (ઈપીસીએ) દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, દિવાળીના અનુભવને ધ્યાનમાં લઈને ઠંડીના દિવસોમાં ફટાકડા ઉપર પ્રતિબંધ રહેશે.
કારણ કે તમામ પ્રયાસો છતા ભારે ફટાકડાઓ ફોડવામાં આવ્યા હતા જેના પરિણામસ્વરૂપે હવા ઝેરી બની ગઈ છે. આ બાબતને ધ્યાનમાં લઈને હવે ઠંડીના દિવસોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફટાકડા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ મોટા કાર્યક્રમોમાં આતસબાજી જાવા મળશે નહીં. વાયુ પ્રદુષણનું સ્તર ખુબ ગંભીર બન્યું છે. જેની આરોગ્ય ઉપર અસર થઈ રહી છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે, જરૂર પડે તો જ ઘરમાંથી બહાર નીકળવામાં આવે. ખુલ્લામાં કસરત ન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. ભુરેલાલે કહ્યું છે કે, સ્કુલોને પણ આઉટડોર ગતિવિધિ ઓછી કરવા કહેવામાં આવ્યું છે.