સંતરામપુર નગર પાલિકા વિસ્તારમાં થઈ રહેલ વિકાસના કામોની તપાસ કરાવવાની માંગ
વિકાસના કામો પારદર્શી, ગુણવત્તાયુકત, ટકાઉ, પ્લાન એસ્ટીમેન્ટ મુજબ નહીં કરાતાં હોવાનું મનાય છે
(પ્રતિનિધિ) સંતરામપુર, સંતરામપુર નગર માં વિકાસના કામો અંગેની દર વર્ષે અધધ નાણાં નગરપાલિકા સંતરામપુર માં આવે છે. પરંતુ આ વિકાસના કામો ગુણવતતાયુકત ને ટકાઉ ને પ્લાન એસ્ટીમેન્ટ મુજબ નહીં કરાતાં હોવાનું જાેવા મળી રહ્યું છે.
સંતરામપુર નગરપાલિકા વિસ્તાર માં વોડઁ નં. ૧.માં હાલ કુરેટા રોડ થી સંતજુનાતલાવ માં પાણી લઈ જવા માટે ની નેહર ની કામગીરી મંજુર થતાં આ નેહરની કામગીરી હાથધરાયેલ જાેવા મળે છે ને આ કામગીરી કરનાર કોનટાકટર દવારા મીલીભગતથી આ નેહરની કામગીરી વ્યવસ્થિત કરેલ ના હોઈ ને
આ કામગીરી માં વપરાયેલ સીમેન્ટ. લોખંડહલકી કક્ષાનો વપરાતાં ને આ નેહરની કામગીરી વ્યવસ્થિત કરેલ ના હોઈ હાલ માં પડેલ સામાન્ય વરસાદ ના પાણી થી આ નેહર નો કેટલોક ભાગ અચાનક ધરાશયી થઈ જતાં આ નેહરની કામગીરી ની પોલ ખૂલી જવાં પામેલ જાેવા મળે છે ને
આ તુટી ગયેલ નહેર ના ભાગ ને તાબડતોબ યુધ્ધના ધોરણે કોઈ ને બનાવ ની જાણ થાય નહીં તે રીતે મીલીભગત હેઠળ રીપેરીંગ ની કામગીરી કોનટાકટરે કરી દીધેલા નું ચચાઁય છે. જયારે લાખો રુપિયા નો ખચઁ કરીને વિકાસના કામો સરકારી નાણાં થી કરાય છે. તેમ છતા પણ આ વિકાસના કામો હફેઝેડ ને કોઈ પણ જાતના ઈન્સ્પેકશન વગર ને માત્રને માત્ર કોનટાકટર ના ભરોસે છોડીને થઈ રહેલ જાેવા મળે છે.
સંતરામપુર નગરમાં કરોડો રૂપિયા ખર્ચીને હાલ માં જ બનેલ કોમ્યુનીટી હોલ ના બાંધકામ ની કામગીરી પણ હલકી કક્ષાની ને ગુણવતતાયુકત નહીં જણાતી હોઈ ને આ કોમ્યુનિટિ હોલ નગરપાલિકા સંતરામપુર દવારા મંજુર કરેલ પલાનએસટીમેનટ મુજબ ની કામગીરી થયેલ છે કે કેમ તેની ચકાસણી કરાય તેની પણ માંગઉઠી છે
ને આ કોમ્યુનિટિ હોલ ની પલાનએસટીમેનટ મુજબ ની કામગીરી કોઈ બાકી રહેલ છે કે કેમ તેની ચકાસણી કરાય તેની પણ માંગ ઉઠી છે. વોર્ડ નં. ૧ સંત માં પ્રાથમિક શાળા ની પાછળ આવેલ કોતર પર સંરક્ષણ દિવાલ ની કામગીરી કરાયેલ છે તે કામગીરી માં સરકાર દ્વારા કરોડો રૂપિયા આ યોજના માં અપાયેલાનું નગરમાં ચચાઁમાં જાેવાય છે. જે આ કામગીરી બરાબર થયેલ ના હોઇ આ સંરક્ષણ દિવાલ ની ગુણવત્તા ની ને આ કામગીરી કામના પલાનએસટીમેનટ મુજબ નું કામ થયેલું છે કે કેમ તેની ચકાસણી કરાય તેની પણ માંગ ઉઠી છે.
સંતરામપુર નગરપાલિકા વિસ્તાર માં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાખો ને કરોડો રૂપિયા ખચેઁ જે વિકાસના કામો નગરપાલિકા દવારા કરાયેલ છે ને કરાઈ રહેલ છે તે કામો ની કામગીરી પ્લાન એસ્ટીમેન્ટ મુજબ નું કામ થયેલું છે કે કેમ ને કામગીરી ગુણવતતાયુકત થયેલ છે કે કેમ તેની ચકાસણી સ્પેશીયલ ટીમ નીમી ને કરાય તેની પણ ઊચ્ચ સ્તરે રજુઆત કરી માંગણી કરાયેલ છે.