રોમાન્સને મિસ કરી રહી હતી અને તે પરત આવ્યો તેની મને ખુશી છે: આકાંક્ષા

મુંબઈ, સ્વંયવરઃ મિકા દી વોટીમાં આકાંક્ષા પુરીને પત્ની તરીકે પસંદ કરતાં બોલિવુડ સિંગિંગ સેન્સેશન મિકા સિંહની જીવનસાથીની શોધનો આખરે અંત આવ્યો છે.
આકાંક્ષા, જેણે શોમાં વાઈલ્ડકાર્ડ તરીકે એન્ટ્રી લીધી હતી તેણે ફિનાલેમાં પ્રાંતિકા દાસ અને નીત મહલને મ્હાત આપી હતી અને મિરાએ પણ તેની ૧૩ વર્ષ જૂની ફ્રેન્ડનો હાથ પકડવાનું નક્કી કર્યું હતું. મિકા અને આકાંક્ષા જૂના મિત્રો છે અને આશરે એક દશકાથી એકબીજાને ઓળખે છે.
શોમાં તેમનું બોન્ડિંગ ચર્ચાનો વિષય બન્યું હતું અને છેલ્લી ક્ષણે વાઈલ્ડ કાર્ડ એનટ્રી લીધી હોવા છતાં, આકાંક્ષા તેનું દિલ જીતવામાં સફળ રહી હતી. અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીએ આકાંક્ષા પુરીનો સંપર્ક કર્યો હતો અને ફ્રેન્ડ મિકા સિંહમાં જીવનસાથી મળવા અંગેની ખુશી વ્યક્ત કરી હતી.
હું કોઈને ડેટ કરતી હતી તેને ઘણો સમય થઈ ગયો, મને ખુશી છે કે મારા જીવનમાં રોમાન્સ ફરીથી પરત આવ્યો જેને હું મિસ કરી રહી હતી. હું આ સમયને એન્જાેય કરવા માગું છું. અમે પાવર કપલ છીએ અને અમારી લવ સ્ટોરીથી શહેરને રંગવા માટે તૈયાર છીએ’, તેમ એક્ટ્રેસે કહ્યું હતું. મિકા સિંહની ફ્રેન્ડથી તેની જીવનસાથી બનવા સુધીની સફર વિશે વાત કરતાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે ‘મારી તેની સાથેની અત્યારસુધીની જર્ની સૌથી વધારે કમ્ફર્ટેબલ રહી છે. તે મને ઘણી બધી રીતે કમ્ફર્ટ આપે છે. તે મારી ખુશીનું ઠેકાણું છે અને હંમેશા રહેશે’.
ટીવી ઈન્ડસ્ટ્રીમાં આકાંક્ષા પુરી એક સફળ નામ છે, ત્યારે શું આ સમયે તને સ્વયંવર આધારિત શોમાં ભાગ લેવા અંગે કોઈ શંકા હતી તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે ‘મને ચોક્કસથી જાણતી હતી કે, મારે ઘણા પ્રશ્નો અને ઓરોપોનો સામનો કરવો પડશે પરંતુ મારા અંગત જીવન અને મારા જીવનનો આ સૌથી મહત્વપૂર્ણ ર્નિણય હતો. તેથી, મેં તેને પ્રોફેશનલ ર્નિણય તરીકે નહોતો લીધો અને મને મારા ર્નિણય પર ગર્વ છે’.
ફિનાલેમાં મિકાએ આકાંક્ષાનું નામ લીધા બાદ બંનેએ એકબીજાને વરમાળા પહેરાવી હતી. મિકાએ તેને ગિફ્ટમાં બંગડી પણ આપી હતી. ત્યારબાદ બંનેનો પરિવાર એકબીજાને ભેટ્યો હતો.SS1MS