Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં સોમવારે મોડીરાતે તૂટી પડ્યો વરસાદ

FILE PHOTO

અમદાવાદ, હાલ અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ છે. આખો દિવસ વાદળછાયા વાતાવરણ અને છૂટાછવાયા ઝાપટા બાદ અમદાવાદમાં સોમવારે રાતે ૧૦.૩૦ વાગ્યા પછી વરસાદ તૂટી પડ્યો, જેમાં શહેરના ખાસ કરીને પૂર્વ વિસ્તારના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાના અહેવાલ છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ચાલુ સીઝનમાં અત્યાર સુધી પડેલા વરસાદને કારણે અનેક રોડ ધોવાણા છે તો કેટલીક જગ્યાએ ભૂવાનું સામ્રાજ્ય સ્થાપિત થયું છે. જાે કે, તંત્ર દ્વારા વરસાદમાં પણ સમારકામ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. હવામાન વિભાગે પણ ગુજરાતમાં આગામી ૪૮ કલાક માટે અતિભારે વરસાદની આગાહી કરી છે. ૨૬ અને ૨૭ જુલાઈ ગુજરાતમાં માટે ભારે છે.

આગાહી અનુસાર ૨૬ જુલાઈએ અરવલ્લી, મહિસાગર, વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને દમણ તેમજ દાદરા નગર હવેલી જ્યારે ૨૭મી જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદનું જાેર રહેવાની પૂરેપૂરી શક્યતા છે.

અમદાવાદ પૂર્વના વિસ્તારમાં મોડી રાતે લગભગ દસ કલાકથી ફરી શરુ થયેલા વરસાદને કારણે, નરોડા, કુબરેનગર, પાટિયા, રિંગ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે થોડા જ સમયમાં વરસાદી પાણી ભરાઈ ગયા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પૂર્વના વિસ્તારમાં રહેતા લાખો શહેરીજનો માટે શનિવારની રાત ખુબ કપરી બની ગઈ હતી.

લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ગટરના પાણી સાથે બેક મારતા લોકોની ઘરવખરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યુ હતું. દરમિયાન મણિનગરમાં વીજકરંટ લાગવાથી એક બાઈક ચાલક યુવકનું મોત પણ થયું હતું.

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ઓગસ્ટની શરૂઆતમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર જાે આશ્લેષા નક્ષત્રમાં મેઘરાજા મહેરબાન થયા તો સારો વરસાદ જામશે. જેમાં અમદાવાદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો સમાવેશ કરવામાં આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.