ચાર મહિના પહેલા રોજીદ ગ્રામ પંચાયતે દારૂબંધીને લઇને કરી હતી અરજી
અમદાવાદ, ગુજરાતામાં વધુ એક વખત લઠ્ઠાકાંડનું ભૂત ધુણ્યું છે. ધંધુકા અને બરવાળામાં કથિત રીતે દેસી દારૂ પી ને આવેલા કેટલાક લોકો અચાનક બીમાર પડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં જ સારવાર પહેલા જ છ લોકોના મોત નિપજ્યા છે અને મોતનો આંકડો વધવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
બીજી તરફ બોટાદના રોજિદમાં કથિત લઠ્ઠાકાંડ થતા રોજીદના ૧૦થી વધુ લોકોની તબિયત લથડી છે. અન્ય લોકો સારવાર હેઠળ છે અને મોતનો આંકડો હજુ વધે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે આ કથિત દારૂકાંડ મામલે SITની રચના કરી દેવામાં આવી છે. આ મામલે પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર દ્વારા રોજિંદ ગામની મુલાકાત લેવાઇ રહી છે. બોટાદના રોજિદમાં કથિત લઠ્ઠા કાંડ થયો છે.
રોજીદના ૧૦થી વધુ લોકોની તબિયત લથડી છે. આ દરમિયાન સારવાર દરમિયાન ૬ વ્યક્તિના મોતની પોલીસે પુષ્ટિ કરી છે. ત્યાં જ અન્ય લોકો સારવાર હેઠળ છે અને મોતનો આંકડો હજુ વધે તેવી શક્યતા છે.
રાજ્યમાં લઠ્ઠાકાંડનું ભૂત ફરીથી ધૂણ્યા બાદ તાબડતોડ આ મામલે SITની રચના કરી દેવામાં આવી છે. બરવાળા લઠ્ઠાકાંડ મામલે અત્યાર સુધીમાં ૬ લોકોના મોત થયા છે. તમામ મૃતકો બરવાળા પંથક આજુબાજુના હોવાનું જણાવાઇ રહ્યું છે. રેન્જ આઈજી અશોક કુમાર યાદવે બોટાદ હોસ્પિટલની મુલાકાત લીધી છે. ભાવનગરથી ડોક્ટરોની ટીમ બોટાદ હોસ્પિટલ પહોંચી ગઇ છે.
ઉલ્લેખનિય છે કે, રોજિંદ ગામ પંચાયત દ્વારા ૧૮/૩/૨૦૨૨ ના રોજ દારૂબંધી અંગે મામલતદારને લેખતીમાં રજુઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા નહીં. ત્યાં જ અરજીમાં સ્થાનિક લોકોએ એવું પણ જણાવ્યું હતું કે, અમારા ગામમાં દારૂબંધીનો અમલ નહી કરાવવામા આવે તો મોટાપાયે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી છતા તંત્રના પેટનું પાણી હલ્યું ન હતું અને આજે તેનું પરિણામ પણ સામે આવ્યું છે.
જાે સ્થાનિક તંત્ર દ્વારા રોજીદ ગ્રામ પંચાયતની અરજી વિશે કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે ચિત્ર સ્પષ્ટ હોત અને કદાચ મોતને ભેટેલા લોકો આજે જીવિત હોત પરંતુ રોજીદ ગામમાં દારૂબંધીનો અમલ ન થતા આજે દેસી દારૂ પીવાના કારણે ચાર જેટલા લોકોના મોત નિપજ્યા છે તો કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.SS1MS