Western Times News

Gujarati News

વડોદરામાં લમ્પી વાયરસની એન્ટ્રી થતા ખળભળાટ

વડોદરા, સૌરાષ્ટ્ર-કચ્છમાં હાહાકાર મચાવ્યા બાદ હવે મધ્ય ગુજરાતમાં લમ્પી વાયરસની એન્ટ્રી થઈ છે. વડોદરામાં લમ્પી વાયરસની એન્ટ્રી થઈ છે, જેને કારણે તંત્ર હરકતમાં આવ્યુ છે. વડોદરામાં ત્રણ ગાયોમાં લમ્પી વાયરસની અસર દેખાઈ છે. જેથી પાલિકાએ આ તમામ ગાયોને આઇસોલેટ કરી છે. વડોદરા કોર્પોરેશનની પાંજરાપોળમાં મૂકાયેલા ઢોરો સુધી લમ્પી વાયરસ પહોંચી ચૂક્યો છે.

ત્રણ ગાયોમાં લમ્પી વાયરસના લક્ષણો જાેવા મળ્યાં છે. આ ગાયોને અન્ય ગાયોથી અલગ મૂકવામાં આવી છે, તેમજ તાત્કાલિક અસરથી તેમને સારવાર આપવાનુ શરૂ કરાયુ છે. સાથે જ અન્ય ગાયોને સુરક્ષિત કરી દેવાઈ છે. ઢોર ડબ્બામાંથી ૭૬ પશુઓને દૂર પણ કરાયા છે, જેથી તેમનામાં લમ્પી વાયરસ ન ફેલાય. ઢોર ડબ્બામાં રખાયેલા પશુઓને લમ્પી વાયરસનો ચેપ ક્યાંથી લાગ્યો તે હજુ સામે આવ્યુ છે.

પરંતુ આ કારણે પશુમાલિકોમાં ભય ફેલાયો છે. ઢોર ડબ્બામાં રહેલી ત્રણેય ગાયોની સારવાર શરૂ કરાઈ છે. વડોદરાના ત્રણ ઢોર ડબ્બા છે, જેમાં ૬૦૦ ઢોર રાખવામાં આવ્યા છે. આ ઢોર સુધી લમ્પી ન પહોંચે તે માટે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યાં છે.

પશુ વિભાગ દ્વારા તમામ પાંજરાપોળમાં ચેકિંગ હાથ ધરાયુ છે. એક પુશમાંથી બીજા પશુમાં આ બીમારી ન ફેલાય તે માટે રસીકરણની કામગીરી પણ હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લમ્પી વાયરસ પશુપાલકોનાં પશુઓનો દુશ્મન બન્યો છે. ગુજરાતના એક હજારથી વધુ ગામડાંમાં લમ્પી વાયરસ ફેલાયો છે. જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.