Western Times News

Gujarati News

યુએન ઓફિસ-હોસ્પિટલ પર હૂમલો, ભારતીય સેનાએ લૂંટનો પ્રયાસ અટકાવ્યો

નવીદિલ્હી, ભારતીય સેનાએ સોમવારે કહયું કે કોંગોમાં તેના યુએન શાંતિ સૈનિકોએ ઓફિસો અને હોસ્પિટલોને લૂંટવાના નાગરિક સશસ્ત્ર જૂથોના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. આર્મી અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમના શાંતિ સૈનિકોએ યુએનના આદેશ અને નિયમો અનુસાર કડક કાર્યવાહી કરી હતી.

સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય સૈનિકો જયાં તૈનાત હતા તે સ્થાનો પર યુએન કર્મચારીઓ અને સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. અધિકારીઓએ કહયું કે એવા અહેવાલો છે કે યુએનના અન્ય કેટલાક ઓફિસ સંકુલમાં તોડફોડ કરવામાં આવી છે. સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

રિપોર્ટ અનુસાર, કોંગોમાં, સેંકડો પ્રદર્શનકારીઓએ યુએન પીસકીપિંગ વેરહાઉસ પર હૂમલો કર્યો અને ઓફિસોમાં લૂંટફાટ કરી. આ વિરોધીઓએ શહેરમાં રસ્તાઓ બ્લોક કરી દીધા.

ઓફિસોમાં તોડફોડ કરી, કેટલીક સામગ્રીનો નાશ કર્યો અને મિશનના પરિસરમાં એક ગેટને આગ લગાડી. કોંગોમાં મિશનના પ્રવકતાએ જણાવ્યું હતું કે આજે સવારે અમારા એક વેરહાઉસ પર વિરોધીઓ દ્વારા હૂમલો કરવામાં આવ્યો હતો. તેઓ સાધનસામગ્રીની લૂંટ કરવા માટે અમારા બેઝમાંથી એકમાં પ્રવેશ્યા હતા અને કેટલીક ઓફિસોમાં પ્રવેશવવામાં સફળ થયા હતા.

એક નિવેદનમાં, મિશનએ જણાવ્યું હતું કે વ્યકિતઓ અને જૂથો દ્વારા સંયુકત રાષ્ટ્ર સામે પ્રતિકૂળ ટિપ્પણીઓ અને ધમકીઓ આપ્યાના એક દિવસ બાદ આ હૂમલો થયો છે. ખાસમ ડાયગ્ને, મિશનના કાર્યકારી વડાએ, એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગોમામાં બનેલી ઘટનાઓ માત્ર અસ્વીકાર્ય નથી પરંતુ સંપૂર્ણપણે પ્રતિકૂળ છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.