Western Times News

Gujarati News

ઈન્દિરા IVF વડોદરા સેન્ટરે ચોથા સ્થાપના દિવસની ઉજવણી કરી

માનસિક વિકલાંગ બાળકો સાથે ખુશીઓ વહેંચી

વડોદરાની આધુનિક જીવનશૈલી, લાંબા સમય સુધી કામ કરવું, જંક ફૂડ અને સ્થૂળતા આજકાલ યુવતીઓમાં પ્રજનનક્ષમતા માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે. વંધ્યત્વથી અસરગ્રસ્ત આ મહિલાઓની સારવાર આધુનિક તકનીકોથી શક્ય છે જે ઈન્દિરા આઈવીએફ વડોદરા સેન્ટર દ્વારા રાહત દરે પૂરી પાડવામાં આવે છે.

દેશની સૌથી મોટી ફર્ટિલિટી ચેઈન ઈન્દિરા IVF વડોદરા સેન્ટરનો ચોથો સ્થાપના દિવસ હમ કિડ્સ – બેસ્ટ ઓફ ઓલ થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો. ગુરૂકૃપા સોસાયટીના દિવ્યાંગ બાળકો સાથે વિવિધ પ્રવૃતિઓ કરીને આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી.

ઈન્દિરા IVF ગ્રુપના સીઈઓ અને સહ-સ્થાપક ડૉ. ક્ષિતિજ મુડિયાએ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે વંધ્યત્વ અને તેની સારવાર અંગે જાગૃતિ લાવવામાં અમારી ટીમના પ્રયાસો ફળીભૂત થઈ રહ્યા છે.  સંતાન પ્રાપ્તિમાં નિષ્ફળ ગયેલા દંપતિઓ હવે સારવાર તરફ આગળ વધી રહ્યા છે, અમને દર્દીની સમસ્યાને અનુરૂપ સારવાર પૂરી પાડવામાં ઉચ્ચ સફળતા દર મળે છે.

કેન્દ્રના વડા ડો. અંકિતા ખંડેલવાલે જણાવ્યું હતું કે ઈન્દિરા IVF વડોદરા સેન્ટરના ચોથા સ્થાપના દિવસની માનસિક રીતે વિકલાંગ બાળકો સાથે ઉજવણી કરીને અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. દરેક બાળકમાં એક વિશેષ પ્રતિભા હોય છે, તેને ફક્ત શોધીને આગળ લાવવાની જરૂર છે.

ઇન્દિરા IVF સામાજિક કાર્યમાં સક્રિયપણે ભાગ લે છે અને જરૂરિયાતમંદો સાથે ખુશી વહેંચવામાં માને છે. ગુરુકૃપા સોસાયટીના નિયામકએ ઈન્દિરા IVF ગ્રુપને અભિનંદન પાઠવ્યા હતા અને જાગૃતિ અને સમાજ સેવા પ્રત્યેના પ્રયાસો બદલ આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.