Western Times News

Gujarati News

પૈસાની લેવડ દેવડ, GAS, Bankingમાં એક ઓગસ્ટથી લાગૂ થશે નવા નિયમો

નવી દિલ્હી, થોડાક દિવસો પછી ઓગસ્ટ મહિનાની શરૂઆત થશે. એક ઓગસ્ટથી પૈસાની લેવડ-દેવડ સાથે જાેડાયેલા નિયમ બદલાવાના છે. દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસની કિંમતો નક્કી થતી હોય છે. સાથે જ ઓગસ્ટમાં બેંક પણ અનેક દિવસો બંધ રહેવાની છે.

એક ઓગસ્ટથી બેંક ઓફ બરોડાની ચેકથી ચૂકવણી કરવાના નિયમ બદલાઈ જશે. બેંક ઓફ બરોડામાં પોઝિટિવ પે સિસ્ટમની શરૂઆત થવાની છે. સાથે જ ઓગસ્ટમાં અનેક તહેવાર ઉજવવામાં આવશે, તો આ મહિને બેંક પણ વધારે દિવસ બંધ રહેશે.

એક ઓગસ્ટથી બેંક ઓફ બરોડામાં ચેકથી ચૂકવણીના નિયમો બદલાઈ જશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન્સનું પાલન કરતાં બેંક ઓફ બરોડાએ ચેક પેમેન્ટના નિયમોમાં ફેરફાર કર્યો છે.

બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને માહિતી આપી દીધી છેકે એક ઓગસ્ટથી પાંચ લાખ રૂપિયા કે તેનાથી વધારેની રકમવાળા ચેક પેમેન્ટ માટે પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરી દીધી છે. તે અંતર્ગત ચેક આપનારે તેર સાથે જાેડાયેલી જાણકારી બેંકને એસએમએસ, નેટ બેકિંગ કે પછી મોબાઈલ એપથી આપવાની રહેશે.

તેના પછી જ ચેક ક્લિયર થશે. જાે કોઈ ચેક આપે છે, તો તેનો નંબર, પેમેન્ટની રકમ અને પેમેન્ટ મેળવનારાનું નામ સહિત અનેક જાણકારીઓ બેંકને આપવાની રહેશે. દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત નક્કી થાય છે.

એક ઓગસ્ટે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ગેસ સિલિન્ડરનો રેટ નક્કી કરશે. છેલ્લી વખતની જેમ બની શકે તે આ વખતે પણ રસોઈ ગેસની કિંમતમાં વધારો જાેવા મળી શકે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેકિંગ ફ્રોડને રોકવા માટે ૨૦૨૦માં ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમની શરૂઆત કરી હતી.

આ સિસ્ટમ દ્વારા ચેકના માધ્યમથી ૫૦,૦૦૦થી વધારેની ચૂકવણી માટે કેટલીક મહત્વની જાણકારી આપવી પડશે. આ સિસ્ટમ દ્વારા એસએમએસ, બેંકની મોબાઈલ એપ કે પછી એટીએમ દ્વારા ચેક આપનારા વ્યક્તિએ ચેક સાથે જાેડાયેલી જાણકારી બેંકને આપવાની રહેશે. પછી તે જાણકારી ચેકની ચૂકવણી સમયે ડિટેઈલ્સ સાથે વેરિફાઈ કરવામાં આવે છે.

જાે બધી ડિટેઈલ્સ સાચી હશે તો જ ચેકની ચૂકવણી કરવામાં આવે છે. ઓગસ્ટના મહિનામાં કુલ ૧૮ દિવસ બેંક રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઓગસ્ટમાં બેંક બંધ હોવાની જાહેરાત પોતાની યાદીમાં કરી છે.

ઓગસ્ટમાં મોહર્રમ, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, કૃષ્ણ જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા અનેક તહેવાર છે. આ દિવસોમાં બેંક સદંતર બંધ રહેશે. આ સિવાય બીજા અને ચોથા શનિવારની સાથે રવિવારે સાપ્તાહિક રજા હોવાના કારણે બેંક બંધ રહેશે. આ અઠવાડિયાની રજાઓને ગણીએ તો ઓગસ્ટમાં ૧૮ દિવસ બેંક બંધ રહેવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.