મોતનો બદલો મોત, સાપે મૃત્યુ બાદ પક્ષી સાથે લીધો બદલો

નવી દિલ્હી, સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થાય છે. આમાંથી કેટલાક વિડિયો ફની છે, કેટલાક આપણને હચમચાવી દે છે, કેટલાક રોજિંદા જીવન સાથે સંબંધિત છે તો કેટલાક આપણને કંઈ સંદેશો આપતા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સાપ તેના મૃત્યુ પછી પણ પક્ષી સાથે બદલો લે છે.
સાપને પૃથ્વી પરના સૌથી ખતરનાક અને ઝેરી જીવોમાંથી એક માનવામાં આવે છે. ઘણા એટલા ઝેરી હોય છે કે વ્યક્તિ તેના ડંખની સેકંડમાં મૃત્યુ પામે છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દર વર્ષે વિશ્વમાં ૫૪ લાખ લોકો સાપના ડંખથી મૃત્યુ પામે છે.
ભારતની વાત કરીએ તો અહીં દર વર્ષે ૫૫ હજારથી વધુ લોકો સર્પદંશને કારણે જીવ ગુમાવે છે. હાલમાં એક સાપનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે મૃત્યુ બાદ પણ તેનો બદલો લેતો જાેવા મળી રહ્યો છે. જાે તમને વિશ્વાસ ન આવતો હોય તો આ વીડિયો જાતે જ જાેઈ લો.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જાેઈ શકો છો કે હોર્નબીલ અને સાપ વચ્ચે જાેરદાર લડાઈ થઈ રહી છે, જેમાં હોર્નબીલ સાપને મારી નાખે છે. પરંતુ બીજી જ ક્ષણે કંઈક એવું બને છે, જેને જાેઈને ત્યાં હાજર પ્રવાસીઓ પણ દંગ રહી ગયા હતા.
વાસ્તવમાં સાપને મારી નાખ્યા પછી, જ્યારે હોર્નબિલ તેને પોતાનો કોળિયો બનાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે મૃત સાપ તેની પાસેથી તેના મૃત્યુનો બદલો લે છે! બન્યું એવું કે જ્યારે હોર્નબીલ તેના શિકાર કરેલા સાપને ગળી જવાનો પ્રયાસ કરે છે ત્યારે સાપ તેના ગળામાં ફસાઈ જાય છે.
આ પછી, હોર્નબિલ સાપને ગળવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યાં સુધીમાં તેનું ગળું દબાઈ જાય છે અને એક કલાક પછી તે પણ મરી જાય છે. આ ચોંકાવનારી ઘટના સાતારા, ક્રુગર નેશનલ પાર્કમાં બની છે, જ્યાં ૫૦ વર્ષીય પ્રવાસી બેવ ફિલ્ડે સાપને મર્યા પછી પણ બદલો લેતા જાેયો.
બેવ ફિલ્ડના જણાવ્યા અનુસાર, હોર્નબિલ સાપને લગભગ અડધા ભાગમાં ગળી ગયો હતો. પણ પછી તેને ખ્યાલ આવ્યો કે સાપ ગળામાં ફસાઈ ગયો છે. જે પછી હોર્નબિલે તેને બહાર કાઢવાનો અસફળ પ્રયાસ કર્યો અને ૪૫ મિનિટ પછી તેનું ગળું દબાવાથી મૃત્યુ થયું.
આ વીડિયોને ર્રૂે્ેહ્વી પર લેટેસ્ટ સાઇટિંગ્સ નામની ચેનલ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં ૩૦ હજારથી વધુ વખત જાેવામાં આવી છે. હવે આ વિડિયો જાેયા પછી બધા એ જ કહી રહ્યા છે કે વડીલો સાચુ કહેતા હતા કે ખોરાક હંમેશા ચાવીને જ ખાવો જાેઈએ. તે જ સમયે, કેટલાક યુઝર્સનું કહેવું છે કે સાપે મૃત્યુ પછી તેનો બદલો લઈ લીધો છે.SS1MS