લઠ્ઠાકાંડઃ ઝેરી કેમિકલ ૪૧ લોકોનો જીવ ભરખી ગયોઃ ૮૯ જીવન-મરણ સામે ઝોલા ખાઈ રહ્યાં છે

બોટાદ, સોમવારે સાંજે સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડમાં ધીરે ધીરે કરીને મોતનો આંકડો બુધવારે સવાર સુધી ૪૧ પર પહોંચી ગયો. અમદાવાદ અને બોટાદ કેમિકલ કાંડમાં અત્યાર સુધીનો ૪૧ લોકોનાં મોત થયા છે. તો ૮૯ લોકો હજી પણ જીવન અને મોત સામે ઝઝૂમી રહ્યાં છે.
લેટેસ્ટ અપડેટ અનુસાર, અમદાવાદમાં ૧૬ અને ભાવનગરમાં ૭૩ લોકો સારવારમાં છે. ગોડાઉનના એક કર્મચારીથી લઈને બુટલેગર સુધી પહોંચેલા કેમિકલે ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. પોલીસે અત્યાર સુધીમા આ કેસમાં કુલ ૧૪ આરોપીની ધરપકડ કરી છે.
એફએસએલની તપાસમાં જણાયું કે અમૂક સેમ્પલમાં ૯૮.૭૧ ટકા તથા ૯૮.૯૯ ટકા મિથાઇલ આલ્કોહોલની હાજરી જણાઇ હતી. સારવાર હેઠળ દર્દીઓની ટ્રીટમેન્ટ ડોક્ટર તથા આ ઝેરી કેમિકલના એન્ટીડોટ સંર્દભે એફએસએલના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.
સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, આ ઘટનાની તલસ્પર્શી તપાસ થશે. બીજી વખત આવી ઘટના ન બને તે ધ્યાન રાખવામાં આવશે. દરેક મુદ્દાઓ તપાસી રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. એક ખાસ ર્જીંઁ પણ તૈયાર કરવામાં આવશે. મિથાઇલ કેમિકલને લગતા નિયમો બનાવવામાં આવશે.
રોજીદ ગામના બુટલેગરે લોકોને કેમિકલ આપ્યું હતું. આ ઉપરાંત પોલીસે કહ્યું કે કેમિકલ પીવાને કારણે મૃતકોનું મોત થયુ છે, પોલીસના કહેવા પ્રમાણે મૃતકોએ દારૂ નહીં પણ કેમિકલમાં પાણી નાંખી પીધો હતો. આ વિશે ડીજીપી એ કહ્યુ કે, જયેશ ઉર્ફે રાજુ અસ્લાલીના આમોઝ નામની કંપનીમાં કામ કરે છે. તે આ કંપનીમાં ગોડાઉનનો ઈન્ચાર્જ હતો. તે તેના પરિવાર સાથે અહી જ રહે છે.
આ કંપનીના ગોડાઉનમાં મિથાઈલ આલ્કોહોલના બેરલ મૂકાય છે. જયેશના પિતરાઈ ભાઈ સંજય નગોઈનો રહેવાસી છે. બંનેએ મળીને કેમિકલ કાંડને અંજામ આપ્યો હતો. જયેશે ૨૨ તારીખે ૬૦૦ લીટર કેમિકલ ગોડાઉનમાઁથી ચોરી કરીને સંજયને ૪૦ હજારમાં વેચ્યુ હતું.
તગડી ફાટક પાસે તેણે કેમિકલ સંજયને સપ્લાય કર્યુ હતું. સંજયનો સગો ભાઈ વિનોદ પણ તેમાં સામેલ હતો. બંનેએ મળીને ૬૦૦ લીટર કેમિકલ અલગ અલગ લોકોને સપ્લાય કર્યુ હતું. જેમાં પિન્ટુને ૨૦૦ લીટર આપ્યુ હતું. તો ૨૦૦ લીટર કેમિકલ નગોઈના બીજા શખ્સ અજિત દિલીપને આપ્યુ હતું અને ૨૦૦ લીટર પોતે રાખ્યુ હતું.
પીન્ટુએ આગળ ૨૦૦ લીટર કેમિકલ રૈયા ગામના ભગવાન નારાયણ, વલ્લભ, જટુભા, ગજુબેન, વિપુલ વિનુને આપ્યુ હતું. આ રીતે ૬૦૦ લીટર મિથાઈલ આલ્કોહોલનુ ડિસ્ટ્રીબ્યુશન થયુ હતું. ચોંકાવનારી વાત તો એ છે કે, કેમિકલ ખરીદનાર વિપુલ વિનુ પણ તે પીને મૃત્યુ પામ્યો છે.SS1MS