દેશની બેન્કોમાં 48 હજાર કરોડની જમા રકમનું કોઇ દાવેદાર નથી

પ્રતિકાત્મક
મુંબઈ, દેશની જુદી-જુદી બેન્કોમાં 48,262 કરોડ રુપિયાની જમા રકમનું કોઇ દાવેદાર નથી અને નિષ્ક્રિય ખાતાઓમાં નાણા પડ્યા છે તે વિશે હવે રિઝર્વ બેન્ક કાર્યવાહી કરી રહી છે.
રિઝર્વ બેન્કનાં રિપોર્ટ પ્રમાણે છેલ્લા 10 વર્ષમાં નિષ્ક્રિય ખાતામાં વ્યવહાર ન થયા હોય તેનું લિસ્ટ આપવા બેન્કોને સૂચવવામાં આવ્યું હતું. તેના આધારે જુદા-જુદા ખાતાઓમાં 48,262 કરોડ જમા હોવાનું માલુમ પડ્યું છે.
ગુજરાત, તામીલનાડુ, પંજાબ, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક, બિહાર, તેલંગાણા અને આંધ્રપ્રદેશની બેન્કોમાં સૌથી વધુ આવા નાણા હોવાનું બહાર આવ્યું છે. વાર્ષિક રિપોર્ટમાં જણાવાયા મુજબ એક જ વર્ષમાં લાવારીસ નાણાની માત્રામાં 9000 કરોડ જેવો મોટો વધારો થયો છે. 2020-21માં બેન્કોમાં 39,264 કરોડ હતા તેનું કોઇ દાવેદાર ન હતું. 2021-22માં આ રકમ વધીને 48,262 કરોડ થઇ છે.