દેશી દારૂના હબ કહેવાતા ગોધરા ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ તંત્રની ટીમોએ સપાટો બોલાવ્યો.!!
![Godhara police raid](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/godhra.jpg)
ગોધરા, ગુજરાત ને હચમચાવનારા વરવાળા પંથકના ગોઝારા લઠ્ઠાકાંડના પગલે એક્શનમાં આવી ગયેલ પંચમહાલ પોલીસ તંત્રની એલ.સી.બી શાખા અને સ્થાનિક પોલીસ તંત્રની ટીમો દ્વારા ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર સપાટો બોલાવીને દેશી દારૂના ધમધમતા સામ્રાજ્યને ખેદાન મેદાન કરી દેતા ભલભલા બુટલેગરો ભૂર્ગભ મા ઉતરી જવા પામ્યા હતા.!!
ગોધરા પંથકમાં દેશી દારૂ બનાવટના હબ કહેવાતા વાવડી, ભેખડીયા, મુવાડા, કનેલાવ ની મુવાડી વિ. સ્થળોના નિર્જન વિસ્તારોમાં આ જ સવારથી ગોધરા એલ.સી.બી શાખા અને સ્થાનિક પોલીસ તંત્રને ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલા સખ્ત ઓપરેશન જોઈને દેશી દારૂ બનાવતા રહીશો અને બુટલેગરો તો ભાગી છૂટ્યા હતા.
પંરતુ પોલીસ તંત્રની ટીમોએ દેશી દારૂની ભઠ્ઠીઓ સંગ્રહ કરવામાં આવેલ વોશ અને વિવિધ સામગ્રીઓનો નાશ કર્યો હતો. જોકે દેશી દારૂ ના દુષણ ના લીધે સંખ્યાબધ કુટુંબો બરબાદ થઈને જુવાન જોધ દિકરીઓ અને પુત્રવધુઓ અકાળે નિરાધાર બની હોવાના સતત વલોપાતના સ્થાનિક રહીશો ના દર્દ વચ્ચે દેશી દારૂની સતત સળગતી ભઠ્ઠીઓ ઉપર પોલીસ તંત્રની ટીમો દ્વારા બોલાવેલા સપાટા થી હાલ પૂરતો હાશકારો થયો હોવાના ઉચ્ચારણો સ્થાનિક રહીશો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા હતો. તસ્વીર:- મનોજ મારવાડી, ગોધરા