Western Times News

Gujarati News

જાહેરમાં દારૂ પાર્ટી કરનાર ચાર પૈકી એક યુવક ઝડપાયો

રાજકોટ, બે દિવસ પહેલા રાજકોટ જિલ્લાનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં ચાર યુવક દારૂની મહેફીલ માણી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરતા એક યુવકની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે નાના બાળકનો જન્મ દિવસ હોવાથી તેની ઉજવણીમાં દારૂની મહેફીલ માણી હોવાનું ધરપકડ કરવામાં આવેલા યુવકે જણાવ્યું છે.

ઉલ્લેખની છે કે બે દિવસ પહેલા રાજકોટના જસદણમાં જાહેરમાં દારૂની પાર્ટીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં જસદણમાં ચાર યુવકો દારૂ પીતા હોવાનો તેમજ એકબીજા પર ઢોળતા નજરે પડ્યા હતા.

આ વીડિયો વાયલ થયા બાદ જસદણ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. આ મામલે રાજકોટ પોલીસ વડા તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. વાયરલ વીડિયો અંગે જસદણ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરતાં ચાર પૈકી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

વાયરલ વીડિયો અંગે જસદણ પોલીસે તપાસ કરતા જસદણ મફતિયાપરા વિસ્તારમાં નાના બાળકના જન્મ દિવસની ઉજવણી વખતે પાર્ટી યોજાઈ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે વીડિયોમાં દેખાતા ચાર પૈકી મનોજ સોલંકી નામના એક આરોપીની અટકાયત કરી છે. આ કેસમાં ચાર પૈકી ત્રણ આરોપી ફરાર છે.

સમગ્ર મામલે ડીસીપી પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, થોરાળા પોલીસ, કુવાડવા પોલીસ, આજીડેમ પોલીસ તેમજ ભક્તિનગર પોલીસ દ્વારા અવારનવાર દેશી તેમજ વિદેશી દારૂ મામલે ડ્રાઇવ આયોજિત કરવામાં આવે છે. ડ્રાઇવ દરમિયાન દેશી તેમજ વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવે છે તેમ જ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.