Western Times News

Gujarati News

કમલેશ તિવારી હત્યા કેસમાં ગુજરાત ATSને વધુ એક સફળતા

હત્યારાઓને પિસ્તોલ આપનાર સુરતના યુસુફને કાનપુરથી ઝડપી લેવાયો

અમદાવાદ: ઉત્તર પ્રદેશના લખનૌમાં હિન્દુ જાગરણ સભાના અગ્રણી કમલેશ તિવારીની હત્યામાં (Murder case of Kamlesh Tiwari, Hindu Jagran Sabha, Lucknow, Uttar Pradesh) ગુજરાત એટીએસે મહત્વપૂર્ણ કામગીરી કરી મુખ્ય આરોપીઓને ઝડપી લીધા હતા જાકે હજુ પણ આ ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ નાસતા ફરે છે જેમાંથી વધુ એક શખ્સને ઝડપી લેવામાં ગુજરાત એટીએસને સફળતા મળી છે. (Gujarat ATS Nabbed)

આ અંગેની વિગત એવી છે કે લખનૌમાં કમલેશ તિવારીની ક્રુરતાપૂર્વક હત્યા કરાયા બાદ આ સમગ્ર ઘટનાના તાર ગુજરાત સુધી લંબાયા હતા જેના પરિણામે ગુજરાત એટીએસની ટીમે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી કમલેશ તિવારીની હત્યાનું ષડયંત્ર સુરતમાં રચાયુ હોવાનું બહાર આવ્યું હતું અને ફરસાણની દુકાનમાંથી સીસીટીવીના આધારે એટીએસના અધિકારીઓએ આરોપીઓને ઝડપી લેવાની કામગીરી શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી મુખ્ય આરોપીઓને ઝડપી લીધા હતા.

પકડાયેલા આરોપીઓની પુછપરછમાં સુરતમાં જ રહેતા કુખ્યાત યુસુફ નામના શખ્સે હત્યા કરનાર આરોપી અશ્ફાકને પીસ્તોલ આપી હતી આરોપીની આ કબુલાત બાદ ગુજરાત એટીએસે સુરતના યુસુફની શોધખોળ શરૂ કરી હતી આ દરમિયાનમાં તેનો ફોન પણ ટ્રેસ કરવામાં આવતો હતો

જેમાં હત્યાની ઘટનાનો ભેદ ખુલ્યા બાદ આરોપી યુસુફ ગુજરાત છોડીને ભાગી ગયો હોવાનું બહાર આવ્યું હતું. ગુજરાત એટીએસની ટીમ છેલ્લા કેટલાક દિવસથી યુસુફનું લોકેશન શોધતી હતી આ દરમિયાનમાં તે કાનપુરમાં સંતાયો હોવાની માહિતી મળી હતી

જેના આધારે ગુજરાત એટીએસે કાનપુરમાં ગઈકાલે મોડીરાત્રે સ્થાનિક પોલીસની મદદથી યુસુફને ઝડપી લીધો હતો. આરોપી યુસુફની પુછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે બીજીબાજુ ઉત્તર પ્રદેશ પોલીસની એક ટીમ પણ ગુજરાત આવવા રવાના થઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.