Western Times News

Gujarati News

ગરમીએ રેકોર્ડ તોડ્યો: આ વર્ષે ભારતમાં ૨૦૩ દિવસ હીટવેવ વાળા રહ્યા

Heat breaks records: 203 days of heat wave in India this year

નવી દિલ્હી,  દેશમાં આ વર્ષે ગરમીએ રેકોર્ડ તોડ્યો હતો. હીટવેવથી સમગ્ર ભારત હગેરાન થઈ ગયું હતું. આ વર્ષે ગરમીની સિઝન અન્ય વર્ષોની તુલનામાં સૌથી ગરમ રહી છે. હીટવેવની વાત કરીએ તો આ વર્ષે ભારતમાં ૨૦૩ દિવસ હીટવેવ વાળા રહ્યા હતા.

જે હાલના વર્ષોમાં સૌથી અધિક હતું. સૌથી વધુ હીટવેવ ઉત્તરાખંડમાં નોંધાયુ હતું. ઉત્તરાખંડમાં ૨૮ દિવસ માટે હીટ વેવ નોંધવામાં આવ્યું છે ત્યારબાદ રાજસ્થાનમાં ૨૬ દિવસ, પંજાબ અને હરિયાણા બંને રાજ્યોમાં ૨૪ દિવસ, ઝારખંડમાં ૧૮ દિવસ અને દિલ્હીમાં ૧૭ દિવસ.

બુધવારે લોકસભામાં મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા પ્રમાણે દેશમાં આ વર્ષે હીટવેવના કુલ દિવસો ગયા વર્ષની સરખામણીમાં પાંચ ગણા વધુ હતા. પંજાબ અને હરિયાણામાં ગયા વર્ષ કરતાં ૨૦૨૨માં ૧૨ ગણા વધુ હીટવેવના દિવસો નોંધાયા છે. ડેટા પ્રમાણે આસામ, હિમાચલ અને કર્ણાટકમાં આ વર્ષે કોઈ પણ દિવસે હીટવેવ નોંધાયો નથી.

જાે કોઈ શહેરનું મહત્તમ તાપમાન મેદાનો માટે ઓછામાં ઓછું ૪૦ ડિગ્રી સેલ્સિયસ અથવા તેથી વધુ અને પહાડી વિસ્તારો માટે ઓછામાં ઓછું ૩૦ ° સે અથવા વધુ સુધી પહોંચે છે તો તેને હીટવેવ માને છે. બીજી તરફ દરિયાકાંઠાના પ્રદેશમાં જ્યારે મહત્તમ તાપમાન ૪.૫ ડિગ્રી સેલ્સિયસ અથવા સામાન્ય કરતાં વધુ હોય ત્યારે ગરમીનું મોજું ગણવામાં આવે છે

જાે કે, વાસ્તવિક મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ અથવા વધુ હોય. ભારતમાં ગરમીનું મોજું મુખ્યત્વે માર્ચથી જૂન દરમિયાન જાેવા મળે છે અને કેટલાક દુર્લભ કિસ્સાઓમાં પણ જુલાઈમાં જાેવા મળે છે. સાયન્સ મિનિસ્ટર જિતેન્દ્ર સિંહે કહ્યું કે, ૨૦૨૨માં દેશના માર્ચ અને એપ્રિલ દરમિયાન લાંબા સમય સુધી હીટવેવ રહ્યું હતું.

માર્ચ ૨૦૨૨નું સરેરાશ મહત્તમ તાપમાન રાષ્ટ્રીય સ્તર પર ૩૩.૧ ડિગ્રી સેલ્સિયસ હતું. ઉત્તર પશ્ચિમ ભારતમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૦.૭ ડિગ્રી સેલ્સિયસ હતું. મધ્ય ભારતમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૫.૨ ડિગ્રી સેલ્સિયસ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.