જજાેને ટાર્ગેટ કરવાની પણ એક લિમિટ હોય છેઃ જસ્ટિસ ચંદ્રચૂડ
જજાે દ્વારા કેસની સુનાવણી ન થવા સાથે સંકળાયેલા એક મીડિયા રિપોર્ટ મામલે તેમણે આ નિવેદન આપ્યું
નવી દિલ્હી, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન મીડિયા સામે ઉગ્ર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, જજાેને ટાર્ગેટ કરવાની પણ એક લિમિટ હોય છે. જજાે દ્વારા કેસની સુનાવણી ન થવા સાથે સંકળાયેલા એક મીડિયા રિપોર્ટ મામલે તેમણે આ નિવેદન આપ્યું હતું. There is a limit to targeting a judge- says Justice Chandrachud
હકીકતે વકીલો દ્વારા મેન્શન કરવામાં આવેલા એક કેસમાં એવી માગણી કરવામાં આવી રહી હતી કે, ઈસાઈઓ સામેની હિંસા તથા હુમલાના વિરોધમાં જે કેસ દાખલ થયા હોય તેનું લિસ્ટિંગ કરવામાં આવે. તેનો ઉલ્લેખ કરીને જસ્ટિસ ચંદ્રચૂડે જણાવ્યું કે, ‘મેં આ અંગે એક સમાચાર વાંચ્યા હતા કે આ કેસને સુનાવણી માટે નથી લેવામાં આવ્યા.’
વધુમાં જણાવ્યું હતું કે, ‘જજાેને એક બ્રેક આપો. મને કોરોના થયો હતો માટે કેસ સ્થગિત થઈ ગયો હતો. મેં સમાચાર વાંચ્યા કે જજ આ કેસને લઈ નથી રહ્યા. અમને ટાર્ગેટ કરવાની પણ એક લિમિટ હોય છે.’
ગત ૧૫ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થવાની હતી પરંતુ બેંચ ઉપલબ્ધ ન હોવાના કારણે તે શક્ય નહોતું બન્યું. બેંગલોરના બિશપ ડો. પીટર મૈકાડો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, દેશભરમાં ઈસાઈ પાદરીઓ તથા તેમની સંસ્થાઓ પર હુમલાઓ તથા તેમના સામેની હિંસાની ઘટનાઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.
સાથે જ અરજીમાં એવી માગણી કરવામાં આવી હતી કે, કોર્ટ ઈસાઈઓ સામેની હિંસાને રોકવા માટે પ્રશાસન તથા રાજ્ય સરકારોને આદેશ આપે.
બિશપે ઈસાઈઓ સામે થઈ રહેલી હિંસક ઘટનાઓની તપાસ માટે એસઆઈટી રચવાની માગણી કરી હતી. સાથે જ તેમાં જે રાજ્યની ઘટના હોય તેની બહારના સદસ્યોને તેમાં સામેલ કરવા જણાવાયું હતું. તેમણે એવો દાવો કર્યો હતો કે, અનેક કેસમાં એસઆઈટીએ ક્લોઝર રિપોર્ટ દાખલ કરી દીધો હતો પરંતુ પીડિતો સામે જ કાઉન્ટર એફઆઈઆર નોંધાવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે પણ મીડિયાને અનુલક્ષીને ટિપ્પણી કરી હતી કે, આજકાલ એજન્ડા સાથે ડિબેટ કરાવવામાં આવે છે. તેમણે સોશિયલ મીડિયા, ટીવી મીડિયા સામે સવાલ ઉઠાવીને કહ્યું હતું કે, અહીં પીરસાતી ખોટી વિગતો કે અર્ધસત્ય લોકશાહીને બે ડગલાં પાછળ લઈ જશે.