Western Times News

Gujarati News

કેનેડામાં ચાલુ વર્ષમાં ૪,૩૧,૬૪૫ ઇમિગ્રન્ટ્‌સને પ્રવેશ આપવામાં આવશે

ઓટાવા, Canada Express Entry  પ્રોગ્રામ હાલમાં ચર્ચામાં છે જેના કારણે હજારો ઈમિગ્રન્ટ્‌સ માટે કેનેડામાં કાયમી પ્રવેશ અને વસવાટનો માર્ગ ખુલી જાય છે. આ પ્રોગ્રામનો સૌથી વધુ લાભ લેવામાં ભારતીયો આગળ છે. પરંતુ કેનેડામાં દરેક જગ્યાએ જાેબ મળી રહે છે તેવું નથી. અમુક શહેરોમાં જાેબ માર્કેટ વધુ સારું હોય છે તેથી કેનેડા જતા પહેલાં નોકરી કે વ્યવસાયની ચિંતા કરવી જરૂરી છે.

કેનેડામાં ઇમિગ્રન્ટ્‌સ માટે સૌથી વધુ રોજગારી ધરાવતા શહેરોમાં બ્રેન્ટફોર્ડ, ઓટાવા, કેલોના, ક્યુબેક, કેલ્ગેરી, સાસ્કાટૂન, એબોટ્‌સફર્ડ, હેલિફેક્સ, વિક્ટોરિયા અને ટોરંટોનો સમાવેશ થાય છે.

કેનેડામાં ચાલુ દાયકામાં મોટી સંખ્યામાં લોકો નિવૃત્ત થવાના છે તેથી કેનેડાને લાખો ઈમિગ્રન્ટ્‌સની જરૂર પડશે જેની મદદથી દેશ ચલાવી શકાય. તેમાં સ્કીલ્ડ લેબર્સ ખાસ જરૂરી છે કારણ કે અહીંના લેબર માર્કેટમાં કુશળ લોકોની અછત છે. કેનેડાના ઈમિગ્રેશન મંત્રીએ ટિ્‌વટ કરી છે કે ચાલુ દાયકામાં ૫૦ લાખ કેનેડિયનો રિટાયર થવાના છે તેથી ઈકોનોમિક પ્રવૃત્તિ આગળ ધપાવવા માટે ઇમિગ્રન્ટ્‌સની જરૂર પડશે.

એક અહેવાલ પ્રમાણે કેનેડામાં ચાલુ વર્ષમાં ૪,૩૧,૬૪૫ ઇમિગ્રન્ટ્‌સને પ્રવેશ આપવામાં આવશે. ૨૦૨૩માં ૪.૪૭ લાખ અને ૨૦૨૪માં ૪.૫૧ લાખ લોકોને કાયમી વસવાટ આપવામાં આવશે. બ્રેન્ટફર્ડ શહેરમાં ગયા વર્ષે રોજગારીની ટકાવારીમાં ૧૭.૩ ટકાનો વધારો થયો હતો. ઓટાવામાં આ પ્રમાણ ૬૭ ટકા વધ્યું હતું.

કેનેડાના શહેરો હાલમાં ફેડરલ સ્કીલ્ડ વર્કર, ફેડરલ સ્કીલ્ડ ટ્રેડર અને કેનેડા એક્સપિરિયન્સ ક્લાસ પ્રોગ્રામ હેઠળ રોજગારી આપે છે. આ બધામાં એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમનો ઉપયોગ થાય છે. ઇન્ડસ્ટ્રીયલ, ઇલેક્ટ્રિકલ અને કન્સ્ટ્રક્શન ટ્રેડ, મેન્ટેનન્સ અને ઇક્વિપમેન્ટ ઓપરેશન ટ્રેડ, ટેકનિકલ જાેબ, કૃષિને લગતી કામગીરી, મેન્યુફેક્ચરિંગ અને યુટિલિટી સુપરવાઈઝરની જાેબ માટે માણસોની જરૂર છે.

કેનેડાના લેબર માર્કેટમાં તાજેતરમાં બહુ મોટો ઘટાડો થયો છે કારણ કે ૫૫ વર્ષના તથા નિવૃત્ત થઈ રહેલા લોકો ૧૦ લાખ જાેબ ખાલી કરશે. કેનેડામાં ૯૦ લાખ લોકો એવા છે જેઓ આગામી એક દાયકામાં નિવૃત્તિની ઉંમરે પહોંચી જશે. આ ઉપરાંત કેનેડામાં વસતી વધારાનો દર બહુ નીચો છે. અહીં એક મહિલા દીઠ માત્ર ૧.૪ બાળકોનો જન્મ થાય છે તેથી રિપ્લેસમેન્ટ કરી શકાય તેટલા યુવાનો ઉપલબ્ધ નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.