બોક્સઓફિસ પર હાંફી ગઈ રણબીર કપૂરની ફિલ્મ શમશેરા
મુંબઈ, લાંબા સમય પછી રણબીર કપૂરે ફિલ્મ શમશેરા સાથે મોટા પડદા પર વાપસી કરી છે. માત્ર ફેન્સ જ નહીં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ ફિલ્મથી ઘણી અપેક્ષા હતી.
મેકર્સે પ્રમોશનમાં પણ કોઈ કસર બાકી નહોતી રાખી. પરંતુ ૨૨મી જુલાઈના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ના કરી શકી. ફિલ્મ ૧૫૦ કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવી હતી, તેમાં સંજય દત્ત અને વાણી કપૂર જેવા સ્ટાર્સ હોવા છતાં ચાર દિવસમાં હાંફી ગઈ હતી. ફિલ્મની કમાણી જાેઈને લાગી નથી રહ્યું કે તે મોટો આંકડો પાર કરી શકશે. શમશેરાના ડાઈરેક્ટર કરણ મલ્હોત્રા લોકોની પ્રતિક્રિયાથી ઘણાં પ્રભાવિત થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને હૈયાવરાળ ઠાલવી છે.
કરણ મલ્હોત્રાએ ઈન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ લખી છે. શમશેરા ડિરેક્ટરે લખ્યું છે કે, મારા પ્રિય શમશેરા, તુ જેમ છે અદ્દભુત છે. મારા માટે આ પ્લેટફોર્મ પર પોતાની પ્રતિક્રિયા આપવી જરૂરી હતી કારણકે આ એ જગ્યા છે જ્યાં તમારા માટે પ્રેમ, નફરત, ઉજવણી અને સાથે અપમાન પણ છે.
પાછલા થોડા દિવસોમાં તને આ પ્રકારે છોડી દેવા બદલ હું માફી માંગુ છું, કારણકે હું તે નફરત અને ગુસ્સને સહન નહોતો કરી શકતો. આ રીતે દૂર થઈ જવું એ ચોક્કસપણે મારી કમજાેરી હતી અને હું કોઈ બીજા બહાના નહીં કાઢુ. પરંતુ હવે હું અહીંયા છું, તારી સાથે ઉભો છું.
ગર્વ અને સન્માનનો અનુભવ કરી રહ્યો છું કે તું મારો પ્રોજેક્ટ છે. હવે તમામ વસ્તુઓનો સામનો એકસાથે કરીશું. શમશેરા પરિવાર, શમશેરાના કલાકારો, કાસ્ટ અને ક્રૂને શુભકામનાઓ. અમારા પર જે પ્રેમ, લાગણી અને આશિર્વાદ વરસાવ્યા, તે અમૂલ્ય છે.
નોંધનીય છે કે કરણ મલ્હોત્રાની આ પોસ્ટ પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શમશેરા ફિલ્મમાં રણબીર કપૂર, સંજય દત્ત, વાણી કપૂર, રોનિત રોય અને સૌરભ શુક્લા સહિત અનેક સ્ટાર્સ હતા.
ફિલ્મ ૧૫૦ કરોડના બજેટમાં બની હતી, પરંતુ પાંચ દિવસમાં તે ૫૦ કરોડ કમાણી પણ નથી કરી શકી. રિપોર્ટ અનુસાર, શમશેરાની કમાણીમાં સોમવારના રોજ ૬૫ ટકા ઘટાડો જાેવા મળ્યો હતો. મંગળવારે કમાણી વધુ ઘટી ગઈ હતી.SS1MS