વરસાદી પાણી ઉલેચવાના તમામ ૭પ પંપ ર૪ કલાક કાર્યરત રાખો
શાસકોએ ચોમાસમાં જ નાગરીકોને હાલાકી ન પડે એ માટે તંત્રનેે આદેશ આપ્યોઃહજુ ૧૩ જગ્યાએ વરસાદી પાણી ઉલેચાઈ રહ્યા છે
(એજન્સી) અમદાવાદ, તાજેતરની ચોમાસાની સિઝનમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથ ી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. ગત તા.૧૦મી જુલાઈ, રવિવારની સાંજથી પડેલા ભારે વરસાદ બાદ અમદાવાદમાં સતત આ માહોલ જળવાઈ રહ્યો છે. શહેર આ વખતે અનેક વખત વરસાદના મારથી ઠેર ઠેર જળબંબાકાર થતુ રહ્યુ છે.
નીચાણવાળી સોસાયટીઓ અને બેઝમેન્ટમાં વરસાદી પાણીએે ઘુસી જઈ હાહાકાર મચાવ્યો છે. લોકોની ઘરવખરી દુકાનનો માલસામાન, ઓફિસના કમ્પ્યુટર, લેપટોપ, સ્ટેશનરી વગેરેને ભારે નુકશાન થયુ છે. આવા વખતે મ્યુનિસિપલ તંત્ર દ્વારા વરસાદી પાણી ઉલેચવા માટે પંપને કામે લગાડાય છે. પરંતુ તમામ ૭પ પંપ કાર્યરત સ્થિતિમાં જાેવા મળ્યા નથી. એટલે સ્ટેેન્ડીંગ કમિટિના ચેરમેેને તમામે તમામ પંપ ચાલુ હાલતમાં રાખવાનો તંત્રને આદેશ કર્યો છે.
૮મી જુલાઈએ લોકોએ સારો એવો વરસાદ અનુભવ્યો હતો. તેમ છતાં છેલ્લા ૧પ-૧૭ દિવસ સતત વરસાદી માહોલના જ લગભગ રહ્યા છે. સૂર્યનારાયણ ક્યારેક કાળો ડીબાંગ વાદળો વચ્ચેથી ડોકીયુ કરીને તડકો કાઢે છે, પરંતુ ફરી તેમને વરસાદી વાદળાઓમાં ઢંકાઈ જવુ પડે છે.
શહેરમાં ભારે વરસાદથી અનેક જગ્યાઓમાં પાણી પાણી થઈ જવાની સાથે આ પાણી ઉલેચવાની કામગીરીમાં એક અથવા બીજા કારણોસર થતાં વિલંબની શહેરના શાસકોએ પણ નોધં લેવી પડી છે. તંત્ર પાસે કુલ ૭પ પંપ છે. જેમાં ૧૦ એચપીથી ૧ર૦ એચપી ક્ષમતાના વિભિન્ન પંપનો સમાવેશ થાય છે. તંત્ર પાસે ૧૩ વરૂણ પંપ, પાંચ મઝદા પંપ અને પ૭ ટ્રોલી પંપ અથવા તો ફાઈટર પંપ છે. આ પંપની મદદથી જે તે રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીને ઉલેચવામાં આવે છે.
જાે કે સોસાયટીઓમાં ભરાયેલા પાણીને ઉલેચવાની તંત્રનીી જવાબદારી નથી એટલે બે કે તેથી વધુ ભોંયરા ધરાવતા કોમ્પ્લેક્ષ કે હાઈરાઈઝ બિલ્ડીંગમાં વરસાદી પાણી ઉલેચવા પંપ વસાવવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૪પ૦ જેટલી સોસાયટીમાં ભરાયેલા પાણીને ઉલેચવામાં આવ્યા હતા.
સોસાયટીમાં વરસાદી પાણીએ મચાવેલા આતંકથી પરેશાન અનેક લોકો એવું કહે છે કે મ્યુનિસિપલ તંત્રમાં જાતજાતના કરવેરા ભરવા છતાં પણ વરસાદી પાણીને ઉલેચવા માટેેે પંપ વસાવવા કે ભાડેથી લેવાની બાબત જલ્દીથી ગળે ઉતરે એમ નથી. અમે ટેક્ષ ભરીએ છીએ તેમ છતાં પોતાની રીતે વ્યવસ્થા કરવી પડે એનો શું અર્થ??
સ્ટેેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે કમિટિ બેઠકની ચર્ચા દરમ્યાન સંબંધિત અધિકારીઓનેેે તમામ ટપ પંપને કાર્યરત સ્થિતિમાં રાખવાનો આદેશ કરી મેઈન્ટેનન્સ પર ભાર મુકવાનુૃ જણાવ્યુ છે. કોઈ પણ રીતે પંપ ખોટકાય નહીં કે ડીઝલના અભાવે બંધ ન થાય એની તાકીદ કરી છે.
સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન બારોટના આદેશના પગલે તંત્રના તમામ પંપ સ્ટેન્ડ ટુ હાલતમાં છે તેમ જવાબદાર અધિકારીઓનો દાવો છે. શહેરમાં હજુ ૧૩ સ્થળોએે પાણી ભરાયેલા હોઈ તેને ઉલેચાઈ રહ્યા છે.જેમાં વસ્ત્રાલના વેદ આર્કેડ, ચકુડીયાની ચાર તોડા મસ્જીદ, મરકબની ચાલી, સરખેજમાં બુટભવાની પાસે, મક્તમપુરામાં મોટી ટાંકી રોડ,
ચાંદલોડીયામાં યદુડી તળાવ ગરનાળા, બોડકદેવમાં મીર્ચ મસાલા પાસે, ગોતામાં ગેલેક્સી સિજ્ઞેચર અને શૈલ પેટ્રોલ પંપ, નિકોલમાં સુરભી તળાવ, થલતેજમાં મણીચંદ સોસાયટીનો સમાવેશ થાય છે.