ખોખરા સરકારી ચાવડીનું બે માળનું મકાન હોવા છતાં ફાઈલો ભોંયરામાં મૂકી હતી
ખોખરા સરકારી ચાવડીના ભોયરામાં પાણી ભરાતા રેવન્યુ રેકર્ડને નુકશાન
(એજન્સી)અમદાવાદ, પૂર્વ વિસ્તારમાં ગત ર૩મી જુલાઈના રોજ ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. ખાનગી મિલ્કતો ઉપરાંત સરકારી મીલકતોમાં પણ પાણી ઘુસી જતા સરકારી રેકર્ડને ભારે નુકશાન થયું છે. ખોખરામાં પણ સરકારી ચાવડીના ભોયરામાં ભરાયેલા વરસાદી પાણીમાં સરકારી રેવન્યુે રેકર્ડને વ્યાપક નુકશાન થયું છે. બે માળનું બિલ્ડીગ હોવા છતાં ભોયરામાં રેવન્યુ રેકર્ડ રખાતા તંત્રની કામગીરી હાંસીપાત્ર બની છે.
સ્થાનીક નાગરીકોએ કહયું કે, ગત ર૩મી જુલાઈથી ભરાયેલા પાણીનો છહજી સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. હાલ જાે પાણી દૂર કરાય તો જમીનમાંથી પાણી નીકળે છે. અધિકારીઓએ પાણી ખેચવા મોટર મગાવી પડી હતી. આમ છતાં હજી પાણી દૂર નથી.
કચેરીમાં નાગરીકોની મીલકતોમાં દસ્તાવેજ, સાતબારના ઉતારા, પ્રોપટી કાર્ડ આવકના દાખલા,વૃદ્ધ પેન્શનની કામગીરી થાય છે. ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાના લીધે નાગરીકોના અગત્યના દસ્તાવેજાે સહીત સરકારી રેકર્ડ પાણીમાં ગરકાવ થઈ જતા નાશ પામ્યાની સંભાવના છે.
ગરીકોએ આક્ષેપ કર્યો છે. તેમની બેદરકારીને લીધે રેવન્યુ રેકર્ડનો બચાવ થઈ શકયો નથી. વરસાદી પાણી દૂર કરવા માટે તંત્ર દ્વારા કોઈ નકકર આયોજન કરાયું નથી. છેલ્લા પાંચ દિવસથી ધીમી ગતીએ કામગીરી ચાલી રહી છે. જેની જીલ્લા કલેકટર કચેરીના અધિકારીઓએ નોધ પણ લીધીી નથી. એક અધિકારીએ નામ નહી આપવાની શરતે કહયું કે, રેવન્યુ રેકર્ડને નુકશાન થયું છે. પરંતુ હાલ તમામ દસ્તાવેજાેદ સાચવી રાખ્યા છે.