૨૬ શેરી ફેરિયાઓને કુલ ૬ લાખ ૧૦ હજારની લોન-ધિરાણના ચેક વિતરણ કરવામાં આવ્યા
શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવતા પ્રધાનમંત્રી સ્વનિધિ મહોત્સવનો પ્રારંભ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવતા પ્રધાનમંત્રી સ્વનિધિ મહોત્સવનો કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીઓ ડૉ.ભાગવત કરાડ, ડૉ.મહેન્દ્ર મુંજપરા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શુભારંભ કરાવ્યો.
મહાત્મા મંદિર ખાતે પી.એમ. સ્વનિધિ મહોત્સવ અન્વયે ૨૬ શેરી ફેરિયાઓને કુલ ૬ લાખ ૧૦ હજારની લોન-ધિરાણના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કોવિડ-19 ના કપરા કાળમાં આર્થિક રીતે અસર પામેલા નાનો ધંધો-વ્યવસાય કરતા લોકોને નાણાકીય સહાય આપી બેઠા કરવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ગરીબ કલ્યાણ અભિગમને રાજ્ય સરકાર સંપૂર્ણ સાકાર કરશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.