Western Times News

Gujarati News

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦,૪૦૮ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી, ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના ૨૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦,૪૦૮ નવા કેસ નોંધાયા છે અને ૫૪ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે ૨૦,૯૫૮ લોકો સાજા થયા છે. એક્ટિવ કેસ ઘટીને ૧.૪૩ લાખ થયા છે. જ્યારે દૈનિક પોઝિટિવીટ રેટ ૫.૦૫ ટકા થયો છે.

દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને ૧,૪૩,૩૮૪ થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૬,૩૧૨ પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં ૪,૩૩,૩૦.૪૪૨ લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ ૨૦૩,૯૪,૩૩,૪૮૦ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ૩૩,૮૭,૧૭૩ ડોઝ ગઈકાલે અપાયા હતા.

જુલાઈ મહિનામાં કઈ તારીખે કેટલા કેસ નોંધાયા છે તે આ મુજબ છે. ૨૯ જુલાઈએ ૨૦,૪૦૯ નવા કેસ નોંધાયા. ૨૮ જુલાઈએ ૨૦,૫૫૭ કોરોના કેસ નોંધાયા અને ૪૪ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૨૭ જુલાઈએ ૧૪,૮૩૦ નવા કેસ નોંધાયા અને ૫૭ લોકોના મોત થયા હતા.

૨૬ જુલાઈએ ૧૪,૮૩૦ નવા કેસ નોંધાયા હતા અને ૩૬ લોકોને કોરોના ભરખી ગયો હતો. ૨૫ જુલાઈએ ૧૬,૮૬૬ નવા કેસ નોંધાયા છે અને ૪૧ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૨૪ જુલાઈએ ૨૦,૨૭૯ નવા કેસ નોંધાયા હતા અને ૩૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો. ૨૩ જુલાઈએ ૨૧,૪૧૧ નવા કેસ નોંધાયા અને ૬૭ લોકોના મોત થયા. ૨૨ જુલાઈએ ૨૧,૮૮૦ નવા કેસ નોંધાયા અને ૬૦ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો.

૨૧ જુલાઈએ ૨૧,૫૬૬ કેસ નોંધાયા હતા. ૨૦ જુલાઈએ ૨૦,૪૪૭ નવા કેસ નોંધાયા હતા. ૧૯ જુલાઈએ ૧૫,૫૨૮ નવા કેસ નોંધાયા અને ૨૫ સંક્રમિતોના મોત થયાહતા.

૧૮ જુલાઈએ ૧૬,૯૩૫ નવા કેસ નોંધાયા અને ૫૧ સંક્રમિતોએ જીવ ગુમાવ્યા હતા. ૧૭ જુલાઈએ ૨૦,૦૪૪ નવા કેસ નોંધાયા અને ૪૯ સંક્રમિતોના મોત થયા. ૧૬ જુલાઈએ ૨૦,૫૧૪ નવા કેસ નોંધાયા અને ૫૬ સંક્રમિતોના મોત થયા હતા. ૧૫ જુલાઈએ ૨૦,૦૩૮ નવા કોવિડ કેસ અને ૪૭ સંક્રમિતોના મોત થયા. ૧૪ જુલાઈએ ૨૦,૧૩૯ નવા કોવિડ કેસ અને ૩૮ સંક્રમિતોના મોત થયા.

૧૩ જુલાઈએ ૧૬,૯૦૬ નવા કેસ અને ૪૫ સંક્રમિતોના મોત થયા હતા ૧૨ જુલાઈએ ૧૩,૬૧૫ નવા કેસ અને ૨૦ સંક્રમિતોના મોત થયા હતા. ૧૧ જુલાઈએ ૧૬,૬૭૮ નવા કેસ અને ૨૬ સંક્રમિતોના મોત થયા. ૧૦ જુલાઈએ ૨૫૭ નવા કેસ નોંધાયા અને ૪૨ સંક્રમિતોના મોત થયા હતા.

૯ જુલાઈએ ૧૮,૮૪૦ લોકો સંક્રમિત થયા અને ૪૩ લોકોના નિધન થયા. ૮ જુલાઈએ ૧૮, ૮૧૫ નવા કેસ નોંધાયા અને ૩૮ સંક્રમિતોના મોત થયા હતા. ૭ જુલાઈએ ૧૮,૯૩૦ નવા કેસ અને ૩૫ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૬ જુલાઈએ ૧૬,૧૫૯ નવા કેસ અને ૨૪ સંક્રમિતોના મોત થયા હતા.

૫ જુલાઈએ ૧૩,૦૮૬ નવા કેસ અને ૧૯ સંક્રમિતોના મોત થયા હતા. ૪ જુલાઈએ ૧૬,૧૩૫ નવા કેસ નોંધાયા અને ૨૪ સંક્રમિતોના મોત થયા હતા. ૩ જુલાઈએ૧૬,૧૦૩ નવા કેસ નોંધાયા અને ૩૧ સંક્રમિતોના મોત થયા હતા. ૨ જુલાઈએ ૧૭૦૯૨નવા કેસ નોંધાયા અને ૧૯ સંક્રમિતોના મોત. ૧ જુલાઈએ ૧૭ હજારથી વધુ કેસ નોંધાયા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.