Western Times News

Gujarati News

સુરત અને બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેન સૌથી પહેલા ઓપરેશનલ થઈ જશે

જે કુલ ૧૨ સ્ટેશનને આવરી લેશે. આ સ્ટેશનમાં સૂરત, વડોદરા, આણંદ, અમદાવાદ, સાબરમતી, બિલીમોરા, ભરુચ, મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી જેવા સ્ટેશન સામેલ છે. આ પૈકી ગુજરાતનું સૂરત સ્ટેશન બુલેટ ટ્રેન માટે દેશનું પહેલુ સ્ટેશન બનશે.

અમદાવાદ,  અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ તેના લક્ષ્ય પ્રમાણે કામ કરે છે કે વિલંબિત થયો છે તે સવાલ છે. આ પ્રોજેક્ટ માટે અબજાે રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે અને ટ્રેન વાસ્તવમાં ક્યારે દોડશે તેના વિશે અટકળો થાય છે. દરમિયાન કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનના અંગે મહત્ત્વના અપડેટ આપ્યા છે.

તેમણે પોતાના ટિ્‌વટર હેન્ડલ પર આ પ્રોજેક્ટના કેટલાક ફોટો અને વીડિયો મુક્યા છે અને બુલેટ ટ્રેનની કામગીરી કેવા જાેરશોરથી ચાલે તેની વિગત આપી છે. રેલવે મંત્રીએ હાલમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતે કઈ રીતે કામગીરી થઈ રહી છે તેની વિગતો આપતા ફોટા શેર કર્યા છે.

આ ફોટા તેમના સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટ પર મુકવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે બુલેટ ટ્રેનની કામગીરી યોગ્ય ઝડપે ચાલે છે અને સમયસર પ્રોજેક્ટ પૂર્ણ થશે. તેમણે આ પ્રોજેક્ટના કન્સ્ટ્રક્શન વર્કનો એક વીડિયો પણ મુક્યો છે. ચાલુ વર્ષે જુનમાં વૈષ્ણવે જાહેરાત કરી હતી કે ભારતને ૨૦૨૬ સુધીમાં પ્રથમ ઓપરેશનલ બુલેટ ટ્રેન મળી જવાની શક્યતા છે.

તેમણે કહ્યું હતું કે સુરત અને બિલિમોરા વચ્ચે ટ્રેન સૌથી પહેલા ઓપરેશનલ થઈ જશે. તેઓ ચાલુ વર્ષે સુરત ગયા હતા અને ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે દાવો કર્યો કે આ કામ બહુ સારી ગતિએ આગળ વધી રહ્યું છે અને સમયસર પૂર્ણ થઈ જશે તેવો તેમને વિશ્વાસ છે.

અમદાવાદ અને મુંબઈ વચ્ચે હાલમાં હાઈ સ્પીડ કોરિડોર બનાવવાનું કામ ચાલુ છે જેના પર ૩૨૦ કિમીની ઝડપે ટ્રેન દોડાવવાની યોજના છે. તેથી ૫૦૮ કિમીનું અંદર લગભગ અઢીથી ત્રણ કલાકમાં કાપવામાં આવશે. હાલમાં આ અંતર કાપવામાં છ કલાક લાગે છે.

અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ૧.૧૦ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. તેમાંથી લગભગ ૮૧ ટકા ખર્ચ જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા ઉઠાવવામાં આવશે. દેશની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઈની વચ્ચે શરૂ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.