કોમનવેલ્થ ગેમ્સઃ વેઈટલિફ્ટિંગમાં અચિંતા શેઉલીએ પણ જીત્યો ગોલ્ડ
નવી દિલ્હી, કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨ના ત્રીજા દિવસે ભારતનું પ્રદર્શન ખુબ જ શાનદાર રહ્યું. ભારતે રવિવારે બે ગોલ્ડ મેડલ જીત્યા જે વેઈટલિફ્ટિંગમાંથી આવ્યા.
આ ઉપરાંત અન્ય રમતોમાં પણ ભારતનું પ્રદર્શન ખુબ શાનદાર રહ્યું. ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમ પાકિસ્તાન સામે શાનદાર રીતે જીતી અને બોક્સર નિકહત ઝીરીને પોતાના અભિયાનની ભવ્ય રીતે શરૂઆત કરી. પણ મેડલમાં વેઈટ લિફ્ટિંગના ખેલાડીઓએ રંગ રાખ્યો. અત્યાર સુધીના બધા મેડલ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે. ત્રીજા દિવસે ભારતને વેઈટલિફ્ટિંગમાં બે ગોલ્ડ મેડલ મળ્યા.
મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા બાદ અચિંતા શેઉલીએ પણ વેઈટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ અપાવ્યો. જ્યારે સંકેત મહાદેવ સરગર અને બિંદિયારાની દેવીએ ભારતને વેઈટલિફ્ટિંગમાં સિલ્વર અપાવેલો છે. આ ઉપરાંત ગુરુરાજા પુજારીએ ૬૧ કિલો કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતાડ્યો. હાલ ભારત મેડલ ટેલીમાં છઠ્ઠા નંબરે છે.
આ અગાઉ ગઈ કાલે મીરાબાઈ ચાનુ બાદ જેરેમી લાલરિનુંગાએ ૬૭ કિલો કેટેગરીમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. જેરેમીએ સ્નેચમાં રેકોર્ડ ૧૪૦ કિલોનું વજન ઉપાડ્યું. જ્યારે ક્લીન અને જર્કમાં ૧૬૦ કિલો વજન ઉપાડવામાં સફળ રહ્યા. જેરેમીએ કુલ ૩૦૦ કિલો વજન ઉપાડ્યું અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. અચિંતા શેઉલીએ ૭૩ કિલોની કેટેગરીમાં રેકોર્ડ ૩૧૩ કિલો વજન ઉપાડી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.SS1MS