ઓગસ્ટના પ્રથમ દિવસે જ વધી ગયા સિંગતેલના ભાવ
રાજકોટ, પહેલી તારીખે લોકો ખુશ હોય છે કારણ કે આ દિવસે પગાર આવતો હોય છે. પરંતુ ઓગસ્ટ મહિનાનો પહેલો દિવસ નાગરિકો માટે ખુશી નહિ, પણ મોંઘવારીનું ટેન્શન લઈને આવ્યો છે. પહેલા જ દિવસ ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. હજી તો એકાઉન્ટમાં માંડ પગાર પડ્યો છે, ત્યાં હવે ખાદ્ય તેલના વધુ રૂપિયા ચૂકવવા પડશે તે જાણીને ગૃહિણીઓ ચિંતામાં મૂકાઈ છે.
પહેલી જ તારીખે ઘરનુ બજેટ બનાવવાના દિવસે તેમનુ બજેટ ખોરવાશે. સિંગતેલ, પામોલીન તેલના ભાવ વધારાયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમા સાતમ આઠમના તહેવારો નજીક આવતાની સાથે જ સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. દર વર્ષે સાતમ આઠમના તહેવાર પહેલા તેલના ભાવો ભડકે બળે છે. આ વર્ષે પણ આવુ જ થયું. સિંગતેલ, પામોલિન તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે.
સિંગતેલમાં ભાવમાં રૂપિયા ૫ થી ૧૦ સુધીનો વધારો થયો છે. નવા ભાવ મુજબ, સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. ૨૮૦૦ને પાર પહોંચ્યો છે. તો પામોલીન તેલના ભાવમાં એક મહિનામાં રૂ.૧૦૦ નો વધારો થયો છે.
તહેવાર નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલના ભાવમાં વધારો આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જાેવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે.
મહત્વનું છે કે, ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ, ખાદ્યચીજાેમાં ભેળસેળ કે વાસી દાઝ્યુ તેલ વાપરવાનું જાેખમ પણ વધ્યું છે. ખાદ્યતેલોમાં ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.SS1MS