જિયો સમગ્ર ભારતમાં વિશ્વનું સૌથી એડવાન્સ 5G નેટવર્ક શરૂ કરવા તૈયાર
કનેક્ટિવિટી અને ડિજિટલ સોલ્યૂશન્સ ક્ષેત્રે ભારતને વૈશ્વિક અગ્રણી બનાવવાની નેમ
700MHz, 800MHz, 1800MHz, 3300MHz and 26GHzમાં સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાના હક્કો મેળવીને તમામ 22 સર્કલ્સમાં એક મોભાદાર આગેવાની હાંસલ કરી
જિયો અનોખા 700MHz સ્પેક્ટ્રમ થકી સમગ્ર ભારતમાં સાચા અર્થમાં 5G સેવાઓ પૂરી પાડનાર એકમાત્ર ઓપરેટર બનશે
મુંબઈ, ભારતના સૌથી મોટી ડિજિટલ સર્વિસ પ્રોવાઈડર જિયોએ આજેભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી હરાજીમાં 700MHz, 800MHz, 1800MHz, 3300MHz અને 26GHz બેન્ડમાં સ્પેક્ટ્રમ હસ્તગત કર્યા છે.
આ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાના અધિકારનું સંપાદન જિયોને વિશ્વનું સૌથી અદ્યતન 5G નેટવર્ક બનાવવા અને વાયરલેસ બ્રોડબેન્ડ કનેક્ટિવિટીમાં ભારતના વૈશ્વિક નેતૃત્વને વધુ મજબૂત બનાવવા સક્ષમ બનાવશે. જિયોનું 5G નેટવર્ક ડિજિટલ સોલ્યુશન્સની નેક્સ્ટ જનરેશનને સક્ષમ કરશે જે પાંચ ટ્રિલિયન અમેરિકી ડોલરના અર્થતંત્ર બનવા તરફ ભારતની AI-સંચાલિત સફરને વેગ આપશે.
માત્ર છ વર્ષ પહેલા લોન્ચ થયેલા જિયોએ સૌથી ઓછા સમયમાં સૌથી મોટા 4G નેટવર્કના રોલ આઉટ દરમિયાન બહુવિધ વિશ્વ વિક્રમો બનાવ્યા છે. જિયોનું 4G નેટવર્ક 400 મિલિયનથી વધુ વફાદાર અને આનંદિત ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાવાળી, સૌથી વધુ સસ્તી ડિજિટલ સેવાઓ પ્રદાન કરે છે. જિયો હવે તેની 5G સેવાઓ સાથે આ વિક્રમોને આગળ વધારશે.
જિયો ભવિષ્યની ટેક્નોલોજીને અપનાવવામાં અને ભારત, ભારતીયો તથા ભારતીય વ્યવસાયોના લાભ માટે તેમની સંપૂર્ણ સંભાવનાને ઉજાગર કરવામાં અગ્રેસર રહ્યું છે. ભારત 5G યુગમાં પ્રવેશી રહ્યું છે ત્યારે જિયોએ તેની દૂરંદેશીની પ્રતિબદ્ધતા ફરી એકવાર પૂરવાર કરી છે. જિયો 4Gની જેમ જેણે ભારત અને ઇન્ડિયા વચ્ચેના તફાવતને દૂર કર્યો છે અને દરેક ભારતીયને વૈશ્વિક સ્તરે સૌથી વધુ પોસાય તેવા ભાવે શ્રેષ્ઠ કનેક્ટિવિટી પ્રદાન કરી છે તેમ જિયો 5G એ સુનિશ્ચિત કરશે કે દરેક ભારતીય વિશ્વમાં ગમે ત્યાં ઓફર કરવામાં આવતી સૌથી વધુ પરિવર્તનકારી ડિજિટલ સેવાઓ અને પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી શકે.
જિયોનું 5G સોલ્યુશન ભારતમાં, ભારતીયો દ્વારા બનાવવામાં આવ્યું છે અને દરેક ભારતીયની જરૂરિયાતને અનુરૂપ છે. જિયો તેની રાષ્ટ્રવ્યાપી ફાઈબરની ક્ષમતા, કોઈ વારસાગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિનાનું ઓલ-આઈપી નેટવર્ક, સ્વદેશી 5G સ્ટેક અને સમગ્ર ટેકનોલોજી ઈકોસિસ્ટમમાં મજબૂત વૈશ્વિક ભાગીદારીને કારણે ટૂંકા ગાળામાં 5G રોલઆઉટ માટે સંપૂર્ણપણે તૈયાર છે.
જિયો ઇન્ફોકોમના ચેરમેન શ્રી આકાશ અંબાણીએ કહ્યું કે: “અમે હંમેશા માનીએ છીએ કે ભારત પ્રગતિશીલ ટેકનોલોજીની શક્તિ અપનાવીને વિશ્વની અગ્રણી આર્થિક શક્તિ બનશે. આ દૃષ્ટિ અને વિશ્વાસ જ હતો જેણે જિયોને જન્મ આપ્યો. જિયોના 4G રોલઆઉટની ઝડપ, સ્કેલ અને સામાજિક અસરની જોડ વિશ્વમાં ક્યાંય જડે તેમ નથી. હવે એક મોટી મહત્વાકાંક્ષા અને મજબૂત સંકલ્પ સાથે જિયો 5G યુગમાં ભારતની આગેકૂચનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે.
અમે સમગ્ર ભારતમાં 5Gની શરૂઆત સાથે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવીશું. જિયો વિશ્વ કક્ષાની, સસ્તી 5G અને 5G-સક્ષમ સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે સેવાઓ, પ્લેટફોર્મ અને ઉકેલો પ્રદાન કરીશું જે ભારતની ડિજિટલ ક્રાંતિને વેગ આપશે, ખાસ કરીને શિક્ષણ, આરોગ્યસંભાળ, કૃષિ, ઉત્પાદન અને ઈ-ગવર્નન્સ જેવા નિર્ણાયક ક્ષેત્રોમાં અને માનનીય વડાપ્રધાનના ડિજિટલ ઈન્ડિયા મિશનમાં બીજું ગૌરવપૂર્ણ યોગદાન આપશે.