Western Times News

Gujarati News

કબ્રસ્તાનની ઓરડીમાંથી દારૂના બે પોટલા મળી આવ્યા

Gotri Lake Vadodara Gujarat

File

વડોદરા ગોત્રી તળાવ ખાતે સરકારી જમીનમાં કબ્રસ્તાન ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની અનેકવાર રજૂઆતો

વડોદરા,  વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના તળાવની ખુલ્લી જગ્યામાં છેલ્લા કેટલાક વર્ષોથી કબ્રસ્તાન ની જગ્યા આવેલી છે જેમાં ગેરકાયદે રીતે બાંધકામ કરી દેવામાં આવ્યું છે જે તોડવા અંગે ભાજપના કોર્પોરેટરે રજૂઆત કરી હતી તે બાદ આજે તે ગેરકાયદે બાંધકામ તોડવા માટેની કાર્યવાહી કરવામાં આવનાર હતી પરંતુ ગેરકાયદે બાંધેલી ઓરડી માંથી દેશી દારૂના બે પોટલા મળી આવતા હોબાળો સર્જાયો હતો.

વડોદરા ગોત્રી તળાવ ખાતે સરકારી જમીનમાં કબ્રસ્તાન નીમ કરવામાં આવ્યું છે આ કબ્રસ્તાનમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની અનેકવાર રજૂઆતો થઈ હતી અને આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાએ કોર્પોરેશનની સમગ્ર સભામાં રજૂઆત કરી હતી

તે બાદ આજે કોર્પોરેશનની ટીમ પોલીસની મદદ લઈને આ કબ્રસ્તાનમાં બાંધેલી ગેરકાયદે ઓરડી તોડવાની કામગીરી હાથ ધરવાની હતી તે દરમિયાન ભાજપના કોર્પોરેટર અને તેમના ટેકેદારો સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે ગેરકાયદે ઓરડીમાંથી દેશી દારૂની પોટલીઓ ભરેલા બે કોથળા મળી આવ્યા હતા જેથી પોલીસની પોલ ખુલ્લી પડી હતી.

એક બાજુ બોટાદમાં થયેલા લઠ્ઠા કાંડ બાદ પોલીસ ઠેર ઠેર દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી રહ્યા છે ત્યારે કબ્રસ્તાનની ગેરકાયદે કેબીન માંથી દેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો.

આ બનાવવાની જાણ પોલીસને થતા પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ગેરકાયદે ઓરડી તોડવાનું કામ બાજુ પર રહી ગયું હતું અને દેશી દારૂ ના જથ્થા અંગે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.

અત્રે યાદ આપવું જરૂરી છે કે, તાજેતરમાં ગોત્રી તળાવની ખુલ્લી જમીનમાં જુગાર રમતા કેટલાક યુવાનો ઝડપાયા હતા તેમાંથી એક યુવાને તળાવમાં પડતું મૂક્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.