શ્રાવણ માસમાં સવારથી જ સોમનાથમાં માનવ મહેરામણ

શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ માનવ સમુદાય આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શને ઉમટ્યો હતો , પ્રથમ સોમવારે પાલખીયાત્રી યોજાયેલ હતી. જે પાલખીપૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી,એક્ઝિક્યુટીવ ઓફીસર શ્રીના હસ્તે કરવામાં આવેલ.
જેમાં અધિકારીઓ,તીર્થપુરોહિતો દર્શનાર્થીઓ પણ જોડાયેલ.. મહાદેવ નગરચર્યાએ નિકળતા ભક્તો ભાવવિભોર બનેલ અને પરિસરમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠેલ હતો.શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને સાયં બોરસલી પુષ્પ શૃંગાર કરવામાં આવેલ.
ભક્તો દ્વારા 37 જેટલી ધ્વજા પુજા કરવામાં આવેલ હતી. શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે સાંજે 6-00 વાગ્યા સુધી અંદાજીત 20400 જેટલા ભક્તો શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવેલ .
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા લોકોની સુખાકારી માટે અવારનવાર વિવિધ કેમ્પનું આયોજન થાય છે. દર માસની 1લી તારીખે અને દંતચિકિત્સા કેમ્પ શ્રી સોમનાથ ટ્રસ્ટ ટુરિસ્ટ ફેસેલીટી સેન્ટર (ટી.એફ.સી)ખાતે કરવાનું નક્કી થયેલ તે પ્રમાણે આજે કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ હેલ્થ&એજ્યુકેશન રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે કેમ્પ યોજાયેલ. જેમાં રાજકોટના ડોક્ટરો દ્વારા દંતચિકિત્સા દર્દીઓનું નિદાન કરી સારવાર અર્થે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કેમ્પનો લાભ 51 દર્દીઓએ લીધો હતો, જેમાં 30 જેટલી બત્રીસી દર્દીઓ ને આપવામાં આવેલી હતી.
નજીવા ભાડાથી યાત્રી સુવિધા માટે એ.સી.ડોરમેટરીનો આજરોજ શુભારંભ
શ્રી ધામ વૃંદાવનના પરમ પૂજ્ય સ્વામી જયકિશનગીરીજી મહારાજના હસ્તે આજરોજ સવારે 11:00 વાગ્યે શ્રી સોમનાથ ટ્રસ્ટ નિર્મિત એ.સી ડોરમેટરી યાત્રી સુવિધા માટે ખુલ્લી મુકવામાં આવેલી. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના એક્ઝિક્યુટીવ ઓફીસર શ્રી દિલિપભાઇ ચાવડા સાહેબ તેમજ અધિકારી/ કર્મચારીઓ ઉપસ્થિત રહેલ.
એ.સી ડોરમેટરીમાં 40 બેડની વ્યવસ્થા છે,જેમાં લોકર રૂમ છે. ટોઇલેટ ,બાથરૂમની પણ અલગ વ્યવસ્થા છે. શ્રી સોમનાથ દર્શનાર્થે આવેલ યાત્રિકો આનો લાભ લઇ શકશે.અને નજીવા ભાડામાં વાતાનુકુલીત વાતાવરણમાં રહેવાનો લાભ લઇ શકશે.