સમંતા પ્રભુ સાથેના સેપરેશન વિશે નાગા ચૈતન્યએ શું વાત કરી?
સમંતા અને નાગા ચૈતન્યના સેપરેશનને નવ મહિના થયા છે અત્યાર સુધીમાં સમંતા આ વિશે ઘણીવાર બોલી ચૂકી છે
મુંબઈ, છેલ્લા કેટલાક અઠવાડિયામાં સમંતા રુથ પ્રભુ અને નાગા ચૈતન્યના સેપરેશન વિશે ઘણી વાતો થઈ છે. કરણ જાેહરના ચેટ શોમાં સમંતાની હાજરી અને આ દરમિયાન તેમના રિલેશનશિપ સ્ટેટસ પર કરેલા ખુલાસાથી ઘણી ચર્ચા અને અટકળો જાગી હતી.
હાલમાં વાતચીત કરતાં, સામાન્ય રીતે હંમેશા શાંત જાેવા મળતા નાગા ચૈતન્યએ તમામ અફવાઓ અને અટકળો વિશે વાત કરી હતી. જ્યારે નાગા ચૈતન્યને તેના અંગત જીવન વિશે ચાલી રહેલી વાતો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કબૂલાત કરી હતી કે, તે નિરાશાજનક છે. હું અહીં એક એક્ટર તરીકે છું અને લોકો મારી પ્રોફેશન લાઈફ વિશે વાતો કરે તેમ ઈચ્છું છું. હું નથી ઈચ્છતો કે મારું અંગત જીવન ચર્ચાનો વિષય બને. બધાની પર્સનલ સ્પેસ હોય છે અને તેથી જ તેને પર્સનલ કહેવામાં આવે છે’.
સેલિબ્રિટી હોવાથી લોકો તેના જીવન વિશે જાણવા માગતા હોવાને તે સમજે છે. તેણે ઉમેર્યું હતું કે, દુર્ભાગ્યરીતે, આ કામનો એક ભાગ છે, જ્યાં તમારી પર્સનલ સ્પેસ પણ વાતનો વિષય બની જાય છે. આ ભાર કામની સાથે આવે છે. તેનાથી પ્રભાવિત થવું કે નહીં તે મારી જવાબદારી છે. મારી પ્રોફેશનલ ઉપલબ્ધિ કરતાં અંગત જીવન હેડલાઈનમાં આવે તેનાથી વધારે નિરાશાજનક વાત કોઈ નથી. પરંતુ મને લાગે છે કે મારે મારા પ્રોફેશનમાં હાર્ડ વર્ક કરતાં રહેવાની જરૂર છે. પર્સનલ લાઈફની વાતો તો થતી રહેશે’.
સેપરેશન બાદ સમંતા હશે આ વિશે જાહેરમાં વાત કરતી જાેવા મળી છે, જ્યારે નાગા ચૈતન્યએ કેમ મૌન રહેવાનું પસંદ કર્યું તેનો ખુલાસો કર્યો હતો. ‘અમે બંને જે પણ કહેવા માગતા હતા, તે અંગે સ્ટેટમેન્ટ આપ્યું હતું. મેં મારી પર્સનલ લાઈફમાં હંમેશા આ જ કર્યું છે.
મને લાગે છે કે, બાબતો શેર કરવી તે મહત્વપૂર્ણ છે અને હું તે વિશે મીડિયાને પણ જાણ કરું છું, તે પછી સારી હોય કે ખરાબ. હું બહાર આવું છું અને તે વિશે સ્ટેટમેન્ટ થકી લોકોને જણાવું છું અને ત્યાં વાત પતે છે. અમારા કેસમાં, સમંતા આગળ વધી ગઈ છે, હું આગળ વધી ગયું છે અને તેનાથી વધારે દુનિયાને જણાવવું મને જરૂરી નથી લાગતું’.
ભલે નાગા ચૈતન્ય અને સમંતા અલગ થઈ ગયા હોય પરંતુ ફેન્સ તેમને ફિલ્મમાં સાથે કામ કરતાં જાેવા માગે છે. જ્યારે પ્રોફેશનલ લાઈફમાં સાથે કામ કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે એક્ટરે કહ્યું હતું ‘જાે તેમ થયું તો તે ક્રેઝી રહેશે. પરંતુ મને નથી ખબર, માત્ર બ્રહ્માંડ જ જાણે છે. ચાલો જાેઈએ’.