અમદાવાદ એરપોર્ટમાં ટૂંક સમયમાં બોર્ડીંગ પાસ વિના બાયોમેટ્રીક સિસ્ટમથી પ્રવેશ
મુસાફરોને બોર્ડીંગ પાસ માટે લાઈનમાં ઉભા રહેવાની પળોજણમાંથી રાહત મળશે
(એજન્સી) અમદાવાદ, ફલાઈટમાં મુસાફરી કરનારા મુસાફરોને હવે ટૂંક સમયમાં બોર્ડીંગ પાસ લેવામાંથી મુક્તિ મળશે. હવે ટૂંક સમયમાં મુસાફર બોર્ડીંગ પાસ વિના બાયોમેટ્રીક સિસ્ટમથી સીધો સિક્યુરીટી ગેટ તરફ જઈ શકશે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર બાયોમેટ્રીક આધારીત સિસ્ટમમાં આઈડી પ્રૃફ ચકાસવા માટે ‘ફેસિયેલ રકોગ્નિઝેશન ટેકનોલોજી હોય છે. જેમાં મુસાફરે સૌ પ્રથમ પાસપોર્ટ આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ જેવા સરકાર માન્ય ઓળખ પત્ર આપી ઓનલાઈન ‘ડીજીયાત્રા આઈડી મેળવવાનું રહેશ..
આ પછી મુસાફર જ્યારે પણ ફલાઈટમાં મુસાફરી કરી રહ્યો હશે ત્યારે તેણે ઓનલાઈન પોર્ટલમાં જઈને પોતાના પીએનઆર નંબર સાથે ડીજી આઈડી લખવાનો રહેશે. જેની સાથે જ મુસાફરનો બોર્ડીંગ પાસ ઈ-મેઈલ કરી દેવામાં આવશે.
જાણકારોના મતે હાલમાં ફલાઈટમાં મુસાફરી કરનારા મુસાફરે એરપોર્ટમાં પ્રવેશવા માટે એર ટીકીટની હાર્ડ કોપી પોતાની સાથે રાખવી પડે છે. તેમજ હેન્ડબેગમાં પેપર ટેગ લગાવીને પેપર બોર્ડીંગ પાસમાં સ્ટેમ્પ લગાવવી પડે છે. પરંતુ આ તમામ પેપર વર્ક હવે ભૂતકાળ બની જશે. દિલ્હી, હૈદ્રાબાદ, બેગ્લુરૂ એરપોર્ટ ખાતે પ્રાયોગિક ધોરણે આ પધ્ધતિ શરૂ પણ કરી દેવામાં આવી છે.