Western Times News

Gujarati News

હૃતિકને છોડ્યા પછી બિગ બોસ ફેમ અલી ગોનીના કઝીન અર્સલાન સાથે કરી રહી છે ડેટ સુઝાન

Sussanne Khan-Arslan Goni

બોલીવૂડ એક્ટર હૃતિક રોશનથી છૂટા પડ્યા બાદ સુઝૌન ખાને મનનો માણિગર શોધી કાઢ્યો છે અને તેની સાથે પ્રેમમાં ગળાડૂબ થઇ ગઇ છે. તાજેતરમાં તે અમેરિકામાં બોયફ્રન્ડ સાથે મોજ મસ્તી કરતી જોવા મળી. તેનો બોયફ્રેન્ડ બિગ બોસ ફેમ અલી ગોનીનો કઝીન અર્સલાન ગોની છે.

અર્સલાન અને સુઝૈન લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. અત્યાર સુધી પોતાના સંબંધો બહુ જાહેર કર્યા નહતા. પરંતુ હવે મલાઇકાર્જુનની જેમ તેમણે પણ ખુલ્લમ ખુલ્લા પ્રેમનો એકરાર કરવા માંડ્યો છે.

હૃતિક રોશનની એક્સ-વાઈફ સુઝૈન ખાન આજકાલ ઘણી ચર્ચામાં જોવા મળી રહી છે. સુઝૈન ખાન તેના બૉયફ્રેન્ડ અર્સલાન ગોનીને કારણે ચર્ચામાં છે. આમ તો બંનેએ પોતાની રિલેશનશિપ બાબતે ખુલીને ક્યારેય  ચર્ચા કરી નથી.

સોશિયલ મીડિયા પર આવતા તેમના ફોટામાં બંનેનું બોન્ડિંગ જોતાં એવું લાગે છે કે તેઓ બંને એકબીજાની ખૂબ જ નજીક છે. હાલમાં જ સુઝૈન ખાને એક વિડીયો શેર કર્યો છે કે જેમાં તે અર્સલાન ગોની સાથે કેલિફોર્નિયામાં વેકેશન માણતી જોવા મળી રહી છે.

સુઝૈન ખાન અને અર્સલાન ગોની અમેરિકાના કેલિફોર્નિયામાં લાંબી રજાઓ માણીને મુંબઈ પરત ફર્યા છે. સુઝૈન ખાને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાની આ જર્નીનો એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં કેલિફોર્નિયાથી સુઝૈન અને અર્સલાન ગોનીના રોમેન્ટિક ફોટોગ્રાફ્સ છે. જેમાં તેમની રોડ જર્નીના વિડીયો પણ હતા. તેઓ બંને સાથે ફર્યા હોવાના ફોટો પણ છે.

બોલીવૂડમાં એક્ટર અર્સલાન ગોનીની સારી કહી શકાય તેવી શરૂઆત નથી થઈ પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર જે પ્રકારે કરિયર આગળ વધી રહ્યું છે તેનાથી તે ખુશ છે. ફિલ્મી કરિયર કરતાં છેલ્લા થોડા સમયથી અર્સલાન ગોની હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન સાથેની મિત્રતાના કારણે ચર્ચામાં રહે છે. અર્સલાન ગોની અને સુઝૈન ખાન એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છેલ્લા થોડા મહિનાથી ચાલી રહી છે. સુઝૈન સાથેના સંબંધ વિશે વાત કરતાં અર્સલાને કહ્યું હતું કે…

સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરવી સામાન્ય બાબત છે. હું અને સુઝૈન ખૂબ સારા મિત્રો છીએ. અમારી મુલાકાત એક કોમન ફ્રેન્ડના ઘરે થઈ હતી. અમે અમારા અન્ય મિત્રો સાથે મળીને ગેટ-ટુ-ગેધર ગોઠવતાં રહીએ છીએ. તે ખૂબ સારી વ્યક્તિ છે.

વર્કફ્રંટની વાત કરીએ તો અર્સલાન ગોનીએ બોલીવૂડમાં ધીમી શરૂઆત કરી હતી. અર્સલાને કલ્કિ કેકલાં અને રિચા ચઢ્ઢા સાથે ફિલ્મ ‘જિયા ઔર જિયા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બનતાં અઢી વર્ષ જેટલો સમય લાગ્યો હતો અને ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી. જ્યારે સુઝૈન ખાન શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનની જેમ એક જાણીતી ઇન્ટિરિયર ડીઝાઇનર છે. તેઓ બંને સારા ફ્રેન્ડ પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.