અંગૂરી અને અનિતાનો અવાજ પુરુષ જેવો કેવી રીતે થઈ જાય છે??
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈ વિશે અંગૂરી ભાભી કહે છે, “ડેવિડ ચાચા (અનુપ ઉપાધ્યાય) વિભૂતિ (આસીફ શેખ)ને તેના સ્વ. દાદા ચિરાયતી નારાયણ મિશ્રાજીની જન્મજયંતી વિશે માહિતી આપે છે, જેને લઈ તે ભાવનાત્મક બની જાય છે. વિભૂતિ તેને શ્રદ્ધાંજલી આપતો હોય છે ત્યારે દાદાની ફોટો ફ્રેમ નીચે પડી જાય છે.
વિભૂતિને ફોટોફ્રેમની પાછળ એક ડાયરી મળી છે, જેમાં દાદાજીના બધા ગોપનીય તબીબી ઉપાયો લખેલા હોય છે, કારણ કે તેઓ તે સમયના પ્રસિદ્ધ હકીમ હોય છે. વિભૂતિ આ ઉપાય ઉપયોગ કરવાનું નક્કી કરે છે અને પોતાને સૂરખાન હકીમ તરીકે ઓળખાવે છે.
તે અંગૂરી (શુભાંગી અત્રે) અને તિવારી (રોહિતાશ ગૌર), અઅનિતા (વિદિશા શ્રીવાસ્તવ), ટીએમટી (વૈભવ માથુર, દીપેશ ભાન, સૈયદ સલીમ ઝૈદી)ને ઉપાયો આપવાનું શરૂ કરે છે. આ પછી સારી અસર જોતાં બધાં જ રોમાંચિત થાય છે અને ઉત્સાહમાં ડબલ ડોઝ લઈ બેસે છે, જેને લઈ મોટી આડઅસરો પેદા થાય છે.
અંગૂરી અને અનિતાનો અવાજ પુરુષ જેવો થઈ જાય છે અને બધા પુરુષોનો અવાજ સ્ત્રી જેવો થઈ જાય છે. હવે વિભૂતિ ઉર્ફે સૂરખાન હકીમ બધાને કઈ રીતે સાજા કરશે?”