ઈન્ડિગોના પ્લેનની નીચે કાર આવી, પ્લેનના વ્હીલ સાથે અથડાઈ
(એજન્સી)નવી દિલ્હી, દિલ્હી એરપોર્ટ પર બેદરકારીનો મોટો મામલો સામે આવ્યો છે. અહીં મંગળવારે ઈન્ડિગો પ્લેનની નીચે એક કાર આવી ગઈ હતી. જાેકે, આ દરમિયાન કાર પ્લેનના વ્હીલ સાથે અથડાઈને ભાગી છૂટી હતી અને મોટી દુર્ધટના ટળી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે, આ કાર ગો ફર્સ્ટ એરલાઈનની હતી. આ અકસ્માત એરપોર્ટના ટી૨ ટર્મિનલના સ્ટેન્ડ નંબર ૨૦૧ પર થયો હતો. અહીં ગો ફર્સ્ટ એરલાઈન કાર ઈન્ડિગોની એ૩૦નીઓ ફ્લાઈટ હેઠળ આવી હતી. ડીજીસીએ આ મામલે તપાસ હાથ ધરશે.
તો બીજી તરફ કાર ડ્રાઈવરનો બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેથી જાણી શકાય છે કે, તેણે દારૂ પીધો છે કે નહીં. આ કાર ડ્રાઈવરનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. તેમજ ફ્લાઈટને પણ કોઈ નુકશાન થયું નથી.
તમને જણાવી દઈએ કે, મંગળવારે સવારે ઈન્ડિગોની ફ્લાઈટ પટના જવાની હતી ત્યારે તેની નીચે આ કાર આવી ગઈ હતી. જાેકે, કાર પ્લેનના પૈડા સાથે અથડાવાનું ટાળ્યું હતું. ત્યાર બાદ પ્લેને પટના માટે ઉડાન ભરી હતી.