ભરૂચમાં બિસ્માર રસ્તા અંગે યુવા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લાનાં બિસ્માર રસ્તા અંગે યુવા કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી મકાન મંત્રી અને કાર્યપાલક ઈજનેરના પૂતળા ગદર્ભ ઉપર બેસાડી આર એન્ડ બી કચેરીએ પહોંચતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાતા પોલીસે કોંગીજનોની અટકાયત કરી હતી.
ભરૂચ જિલ્લામાં બિસ્માર રસ્તાઓથી વાહનચાલકો પરેશાન હોવાનો આક્ષેપ સાથે યુવા કાૅંગ્રેસના જિલ્લા પ્રમુખ શકીલ અકુજીની આગેવાની વિરોધ પ્રદર્શન કરી ભરૂચ આર એન્ડ બી કચેરીને ઘેરો ઘાલવા માટે મા બે ગદર્ભ પર બે પૂતળાં બેસાડી મુખ્ય રોડ પરથી પહોંચતા ભારે હોબાળો મચી ગયો હતો.
તે દરમ્યાન પોલીસ કાફલો ધસી જતા કોંગીજનો સાથે ઘર્ષણ થયું હતું.જેમાં યુવા કોંગીના અગ્રણીઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શનમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શેરખાન પઠાણ સહિતના આગેવાનો અને કાર્યકરો જાેડાયા હતા.