નાગા ચૈતન્ય-શોભિતા ધુલિપાલા રિલેશનશીપમાં હોવાની ચર્ચા
મુંબઈ, નાગા ચૈતન્ય એક્ટ્રેસ શોભિતા ધુલિપાલાને ડેટ કરી રહ્યો હોવાના અહેવાલો થોડા દિવસથી મીડિયામાં વહી રહ્યા છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં નાગા ચૈતન્યને શોભિતા વિશે પૂછવામાં આવતાં તેણે પ્રતિક્રિયા આપી છે. નાગા ચૈતન્યને પૂછવામાં આવ્યું કે, તેણે શોભિતા નામ સાંભળ્યું ત્યારે તેના મનમાં સૌથી પહેલો વિચાર કયો આવ્યો. ત્યારે એક્ટર હસી પડ્યો અને માથું હલાવ્યું હતું.
છેલ્લા થોડા સમયથી કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, નાગા ચૈતન્ય અને શોભિતા એકબીજાને ડેટ કરી રહ્યા છે. સમંતા રૂથ પ્રભુથી અલગ થયા બાદ પહેલીવાર નાગા ચૈતન્યનું નામ શોભિતા સાથે જાેડાયું હતું. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં નાગા ચૈતન્ય અને સમંતાએ ચાર વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો હતો. તેમણે પોતપોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર અલગ થવાની જાહેરાત કરી હતી.
આરજે સિદ્ધાર્થ કનનને આપેલા ઈન્ટરવ્યૂમાં નાગા ચૈતન્યને શોભિતા વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે ત્વરિત જવાબ આપવાને બદલે પહેલા નાગા ચૈતન્ય પહેલા દિલ ખોલીને હસ્યો અને પછી પોતાનું માથું ધુણાવ્યું હતું. બાદમાં તેણે કહ્યું, “હું માત્ર સ્માઈલ કરીશ.”
તાજેતરમાં જ નાગા ચૈતન્યએ ઈન્ટરવ્યૂમાં પૂર્વ પત્ની વિશે વાત કરતાં કહ્યું હતું, “અમારે જે કહેવું હતું એ અમે સ્ટેટમેન્ટમાં કહી ચૂક્યા છીએ. મેં હંમેશા મારી પર્સનલ લાઈફમાં આ જ કર્યું છે. જે વાત મને મહત્વની લાગતી હોય તે હું મીડિયામાં રજૂ કરું છું પછી ભલે તે સારી હોય કે ખરાબ. હું એક નિવેદન દ્વારા લોકોને વાત જણાવી દઉં છું. અમારા કેસમાં સમંતા આગળ વધી ગઈ છે અને હું પણ. આ વિશે દુનિયાને કહેવાની જરૂર નથી.”
વર્કફ્રંટની વાત કરીએ તો, નાગા ચૈતન્ય આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં મહત્વના રોલમાં જાેવા મળશે. આ ફિલ્મમાં તે બાલારાજુનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મ દ્વારા નાગા ચૈતન્ય બોલિવુડમાં ડેબ્યૂ કરશે. ફિલ્મમાં કરીના કપૂર અને મોના સિંહ પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થઈ રહી છે.SS1MS